Western Times News

Gujarati News

હરિયાણાની વર્ષા બુમરાએ DID સુપર મોમ્સ સિઝન 3ની વિજેતાનો તાજ જિત્યો!

ડીઆઇડી સુપર મોમ્સ સિઝન 3માં તેના અદ્દભુત પફોર્મન્સથી દર્શકો અને જજને પ્રભાવિત થયા બાદ, હરિયાણાની વર્ષા બુમરા પ્રસિદ્ધ ટ્રોફીને ઘરે લઈ છે

મુંબઈ, પહેલાની બે સિઝનને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ તેને પ્રેક્ષકોની સમક્ષ ખરેખર કેટલીક અસાધારણ માતાઓ સાથે પરિચય કરાવ્યો છે, જેમની ડાન્સિંગની કૌશલ્યએ તેમના નાના ડાન્સર્સ માટે પણ ભાગ લઈ શકે, તે માટે ઝી ટીવીએ તાજેતરમાં જ તેની અત્યંત પ્રસિદ્ધ બિન-કાલ્પનિક શો ડીઆઇડી સુપર મોમ્સની 3જી આવૃતિ આ જુલાઈમાં રજૂ કરી હતી.

આ શો માટે હજારો માતાઓએ ઓડિશન આપ્યું હતું, પણ તેમાંથી ફક્ત થોડી જ ટોચની 12માં પહોંચવાના ગ્રાન્ડ પ્રિમિયર એપિસોડમાં પહોંચી હતી. અને હવે, ત્રણ મહિના સુધી સફળતાપૂર્વક ડાન્સ અને મનોરંજનથી ચાલ્યા બાદ, 25મી સપ્ટેમ્બર, 2022ના રોજ ગ્રાન્ડ ફિનાલે એપિસોડની સાથે ડીઆઇડી સુપર મોમ્સ સિઝન 3 હવે પૂરી થશે.

ફાઈનલ એપિસોડમાં ઘણો જ ઉત્સાહ છે, કેમકે ખાસ મહેમાન રશ્મિકા મંદના, નીના ગુપ્તા અને ગોવિંદા બધા જજ- રેમો ડી’સુઝા, ભાગ્યશ્રી દાસાની અને ઉર્મિલા માતોંડકરની સાથે જોડાશે. ટોચના 6 સ્પર્ધકો- વર્ષા બુમરા, અપ્લાના પાંડે, રિદ્ધી તિવારી, સાધના મિશ્રા, સાદિકા ખાન અને અનિલા રંજન તેમના અદ્દભુત પફોર્મન્સથી દર્શકોને પ્રભાવિત કરી રહ્યા છે,

આ સિઝનનું તેમનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પફોર્મન્સ હતું, જેના લીધે વર્ષા બુમરા આ ટ્રોફીને ઘરે લઈ ગઈ. દરેક પડકારોની સામે લડી અને સાધના મિશ્રા જેવી પ્રતિસ્પર્ધીઓને તિવ્ર સ્પર્ધા આપીને જાહેર જનતાના વોટિંગને આધારે ફાઈનાલિસ્ટમાં પહોંચી હતી અને અંતે સાધના મિશ્રા અને સાધિકા મિશ્રા અનુક્રમે પ્રથમ અને દ્વિતિય રનર અપ તરીકે જાહેર થયા છે.

આટલું જ નહીં! સદાબહાર ગોવિંદા શોના સેટ પર ટ્રોફી લાવ્યા અને તેને સ્પર્ધક અલ્પના પાંડેની સાથે તેના ગીત ‘આપ કે આ જાને સે’ ગીત પર ડાન્સ કર્યો! તો પ્રસિદ્ધ અભિનેત્રી નીના ગુપ્તાએ ટોચની 6 સુપર મોમ્સની સાથે તેના પ્રસિદ્ધ ગીત ‘ચોલી કે પીછે ક્યા હૈં’ પર પણ પફોર્મ કર્યું હતું.

છેલ્લે રાષ્ટ્રિય ક્રશ- રશ્મિકા મંદાનાએ બોલિવૂડના સુપર સ્ટાર ગોવિંદાની સાથે તેના પ્રસિદ્ધ ગીત ‘સામી સામી’ અને ‘આ આ એ ઉહ ઉહ’ પર ડાન્સ કરીને સ્ટેજ પર આગ લગાડી દીધી હતી. તેને પફોર્મ કરતી જોયા બાદ, જજ રેમો પણ પોતાની જાતને રશ્મિકાની સાથે ડાન્સ કરતા અટકાવી ન શક્યા

અને તેને ગીત ‘શ્રીવલ્લી’ પર પગ થિરકાવ્યા. સરપ્રાઈઝ પફોર્મન્સએ બધાને સાંકળી રાખ્યા હતા, ત્યારે ટોચના 6 સ્પર્ધકો, કોરિયોગ્રાફર્સ અને જજએ અંતિમ એપિસોડમાં બોલિવૂડના મહાન કલાકાર ગોવિંદાને પફોર્મન્સ દ્વારા સુંદર ભાવાંજલી આપી હતી.

ડીઆઇડી સુપર મોમ્સ સિઝન 3ની વિજેતા વર્ષા બુમરા કહે છે, “મારા માટે તો આ સપનું સાકાર થયું છે! ડીઆઇડી સુપર મોમ્સ પર સમગ્ર પ્રવાસએ શિખવાનો ખૂબ જ સારો અનુભવ બની રહ્યો હતો. હું ખુશ છું કે, મેં આજે ટ્રોફી જીતી છે, આજે અહીં પહોંચવા માટે અમે ખૂબ જ મહેનત કરી છે અને હું અત્યંત આભારી છું કે, મારા મેન્ટોર વર્તિકા ઝા અને જજએ મને સતત સપોર્ટ કર્યો છે અને મને આ સ્તરે પહોંચવામાં મદદ કરી કે, હું એક ડાન્સર તરીકે મારી ક્ષમતાને બહાર લાવી શકી.

હું એટલું જરૂરથી કહીશ કે, સ્પર્ધા ઘણી મુશ્કેલ હતી અને મને મારા દરેક સાથી સ્પર્ધકો પાસેથી ઘણું બધું શિખવા મળ્યું છે. મારા આ યાદગાર પ્રવાસના અંતની સાથે હું મેં અહીં બનાવેલી મિત્રતાનો ખજાનો તથા મેં જે જ્ઞાન મેળવ્યું છે તે લઇને જઈ રહી છું અને હું અહીંના રિહર્સલ્સ, મસ્તી અને મજાને ખૂબ જ યાદ કરીશ. હું ખૂબ જ ખુશ છું કે, મને મારી પ્રતિભા દર્શાવવાની તક મળી અને હું ડીઆઇડી સુપર મોમ્સ અને ઝી ટીવીની આભારી છું કે, તેમને મને આ તક પૂરી પાડી.”

વર્ષા વિશે જણાવતા રેમો ડિ’સુઝા કહે છે, “મારા મતે, ટોચની 6 સુપર મોમ્સ આ સિઝનની વિજેતા છે, પણ આપણે ફક્ત એક જ વિજેતા જાહેર કરવાની હોય તો, વર્ષા તેના માટે સંપૂર્ણપણે યોગ્યતા ધરાવે છે. હું ખુશ છું કે, મારી સામે હું આટલી સુંદર પ્રતિભાને જોઈ શક્યો. ડીઆઇડી સુપર મોમ્સની આ સિઝન અમારા બધા માટે ખૂબ જ મસ્તીથી ભરેલી હતી અને દરેક સ્પર્ધકો મારા દિલથી નજીક છે. હું બધાને તેમના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું.”

જજ ઉર્મિલા માતોંડકર કહે છે, “આ શોમાં કામ કરવાનો મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો અને હું વર્ષાને અભિનંદન આપીશ, મને તેના પર ખૂબ જ ગર્વ છે. તેને સમગ્ર સિઝન દરમિયાન જે મહેનત અને જુસ્સો દર્શાવ્યો છે, તે જોતા તો આ જીતની તે ખરેખર હકદાર છે. મારા સાથી જજની સાથે પણ કામ કરવાની મને ખૂબ જ મજા આવી.”

જજ ભાગ્યશ્રી પણ કહે છે, “વર્ષાને ખૂબ-ખૂબ અભિનંદન! મેં શૂટિંગના પ્રથમ દિવસથી જ તેને પફોર્મ કરતા જોઈ છે અને હું ખુશ છું કે, તેની મહેનતનું ફળ મળ્યું. હું ખુશ છઉં કે, આ પ્લેટફોર્મ પર દરેક સ્પર્ધકોને વિકસાની તક મળી અને તેમને જ્યાંથી તેમને શરૂઆત કરી હતી ત્યાંથી તેઓ ઘણા આગળ આવી ગયા છે.

આ શોએ ઘણી માતાઓને તેમના સપના પૂરા કરવામાં મદદ કરી છે અને તેમનો પરિવાર પણ તેમને તેમના સપના પુરા કરવામાં તેમને મદદ કરી રહ્યો છે. અંતે, હું બધાને શુભેચ્છા પાઠવીશ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.