Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ મેટ્રો રેલની તૈયારીઓનું નિરીક્ષણ કર્યુ

અમદાવાદ, નાગરિકો જેની આતૂરતાથી રાહ જાેઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ સપ્ટેમ્બરના અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત, થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે.

તે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રવિવારે સવારે મેટ્રોની કામગીરીના આખરી ઓપ અને વડાપ્રધાન દ્વારા થનારા મેટ્રો રેલ પ્રારંભની અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એસ. એસ.રાઠોર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જાેશી તેમજ અમદાવાદ મહાનગરપાલિકા, મેટ્રો રેલ, શહેરી વિકાસ વિભાગ અને પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકાતમાં જાેડાયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દેખરેખ હેઠળ, મેટ્રોની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે

અને હવે તે લોકોની સેવા માટે તૈયાર છે. ૪૦ કિલોમીટર લાંબા પ્રથમ તબક્કામાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ, એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ૨૧ કિલોમીટરનો થલતેજ ગામથી એપરલ પાર્ક સુધીનો રૂટ પૂર્વ અને પશ્વિમ કોરિડોરમાં છે. જેમાં ૧૭ સ્ટેશન છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ કોરિડોર ૧૯ કિલોમીટરનો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.