Western Times News

Gujarati News

“કોંગ્રેસે ગુજરાતને તબાહ કરવામાં કંઇ બાકી રાખ્યું ન હતું”: અમિત શાહ

અમિત શાહે બાવળા ખાતે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

(એજન્સી)અમદાવાદ, બાવળા એપીએમસીમાં ખેડૂતો દ્વારા ઋણસ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સંબોધનમાં કોંગ્રેસ સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ‘અગાઉ નર્મદા યોજનાને ટલ્લે ચડાવી હતી.’

તેમણે નરેન્દ્ર મોદી સરકારના વખાણ કરતા કહ્યુ હતુ કે, આપણે બધાએ નરેન્દ્ર મોદીનો આભાર માનવો જાેઈએ. તેઓ જ નર્મદાનું પાણી ગુજરાતમાં લાવ્યા છે. આ દિવાળીએ વધુ ઘીથી કંસાર બનાવજાે. આપણા સારા દિવસો ચાલુ થયા છે.
અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, કોંગ્રેસિયાઓએ ૧૯૬૪થી નર્મદા યોજના ટલ્લે ચડાવી હતી. જાે નરેન્દ્ર મોદી પાણી લાવ્યા ના હોત તો આજેય હાલત તેવી જ હોત.

નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી ભગીરથ કામ કર્યુ અને નર્મદાના નીર અમદાવાદ સુધી પહોંચાડ્યા હતા. આ ઉપરાંત તેમણે ખેડૂતોને દિવાળી તથા બેસતાવર્ષમાં વધુ ઘી નાંખી કંસાર બનાવવાનું કહી સારા દિવસો ચાલુ થયા તેવું જણાવ્યું હતું.
નરેન્દ્ર મોદી સરકારે ૮ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક કાર્ય કર્યા છે.

કૃષિ વીમો આપ્યો અને તેને નાનામાં નાના અને છેવાડાના ખેડૂત સુધી પહોંચાડી લોકભોગ્ય બનાવ્યો હતો. આ ઉપરાંત દર વર્ષે ૬ હજાર સીધા જમા કરાવવાની વ્યવસ્થા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.