Western Times News

Gujarati News

પ્રદર્શનો થકી વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન અંગેનું જ્ઞાન અપાશે

શાળા, સીઆરસી, બીઆરસી, એસવીએસ, જિલ્લા કક્ષા અને રાજ્યકક્ષાએ યોજાશે પ્રદર્શન-શાળાના વિદ્યાર્થીઓ આ વિષયો પર મોડલ નિર્માણ કરેઃ જીસીઈઆરટી

જીસીઈઆરટી દ્વારા રાજ્યમાં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ વિષય અંતર્ગત વિવિધ કક્ષાએ પ્રદર્શનો યોજાશે 

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(જીસીઈઆરટી), ગાંધીનગર દ્વારા પ્રકાશિત યાદીમાં જણાવાયું છે કે, રાજ્યભરમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ વિષયો અંતર્ગત વિવિધ કક્ષાએ પ્રદર્શનો યોજવામાં આવશે.

આ પ્રદર્શનો શાળા, સીઆરસી, બીઆરસી, એસવીએસ, જિલ્લા કક્ષા અને રાજ્યકક્ષાએ તબક્કાવાર યોજાશે. શાળાના વિદ્યાર્થીઓ આ વિષયો પર મોડલ નિર્માણ કરે તે માટે જીસીઈઆરટી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

પ્રદર્શનો અંતર્ગત મુખ્ય વિષયો અને તેના પેટા વિષયો મુજબ મોડલ નિર્માણ કરવાનું રહેશે. જેની મુખ્ય થીમ (વિષય) ‘ટેકનોલૉજી અને રમકડાં (Technology and Toys)’ છે. જ્યારે તેના પેટા વિષયોમાં 1) માહિતી અને પ્રત્યાન ટેકનોલોજીમાં ઉન્નતિ/નાવીન્ય (Advancement in Information & Communication Technology),

2A) ઇકો ફ્રેન્ડલી સામગ્રી (Eco Friendly Material) 2B) પર્યાવરણ સંબંધિત ચિંતા (Environmental Concern), 3) સ્વાસ્થ્ય અને સ્વચ્છતા (Health and Cleanliness), 4) પરિવહન અને નાવીન્ય (Transport and Innovation), 5A) વર્તમાન નાવીન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ (Historical Development with Current Innovation), 5B) આપણા માટે ગણિત (Mathematics for Us)નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ‘ટકાઉ ભવિષ્ય માટે વૈજ્ઞાનિક નાવીન્ય (Scientific Innovation for Sustainable future)’ અંતર્ગત એક દિવસીય સેમિનાર પણ યોજાશે એમ સચિવશ્રી, જીસીઈઆરટી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.