Western Times News

Gujarati News

NIA-ED દ્વારા સાત રાજ્યોમાં દરોડા, ૧૫૦થી વધુની ધરપકડ

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર એક તરફ PFI સામે કડક પગલાં રહી છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, સમગ્ર દેશમાં PFI સંસ્થા સાથે જાેડાયેલા સદસ્યો સહિત સંસ્થાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સી NIA અને EDએ વધુ એક જાેઇન્ટ ઓપરેશન પાર પાડ્યું છે. સાત રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

તેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, આસામ, કર્ણાટક, દિલ્હી અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. NIAના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આજે સર્ચ ઓપરેશનમાં કેન્દ્રીય જાસૂસ એજન્સી IB અને રાજ્ય પોલીસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, વહેલી સવારથી જ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ત્યારે કેટલાંક રાજ્યોમાંથી પોલીસે PFI કેડર્સની અટકાયત કરી છે. ૬ વાગ્યા સુધીમાં ૧૭૦થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, દિલ્હીના શાહીનબાગ, જામિયા સમેત અન્ય કેટલાંક વિસ્તારોમાં પણ દરોડા પાડવામાં આવ્યાં છે અને લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કેન્દ્રીય એજન્સીઓ સાથે દિલ્હી પોલીસનો સ્પેશિયલ સેલ અને લોકલ પોલીસ સ્ટેશનની ટીમોએ પણ દરોડા પાડવામાં સહયોગ આપ્યો હતો અને એક ડઝન જેટલાં લોકોની ધરપકડ કરી છે.

હકીકતમાં, NIA અને EDએ ઇનપુટ આપ્યું હતું કે PFI હિંસક પ્રદર્શનની યોજના બનાવી રહી છે. ત્યારબાદ દરેક રાજ્યમાં વારાફરતી રેડ પાડવામાં આવી હતી.

PFIના પ્રમુખ ઓએમએ સલામ છે અને ઉપપ્રમુખ ઈએમ અબ્દુલ રહીમાન છે. અનીસ અહેમદ આ સંગઠનના જનરલ સેક્રેટરી છે. આ સિવાય ત્રણ સચિવ વીપી નસરુદ્દીન, અફસર પાશા અને મોહમ્મદ શકીફ છે.

આ કોર કમિટી સિવાય સાત નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલનાં ઘણા સભ્યો છે. આ સભ્યો સંસ્થાના કાર્યસૂચિના અમલીકરણની જવાબદારી સંભાળે છે. તુર્કીના PFI યુનિટમાં ચાર સભ્યો અને એક નેતા છે. આ નેતાનું નામ નૌશાદ મંચેરી કુરીક્કલ છે. PFI પાસે ૧૫ કાઉન્સિલ છે. આ કાઉન્સિલ નાણાં અને શિક્ષણ સમિતિઓ સહિત અનેક ભાગોમાં કાર્યરત છે.

PFI પાસે ૪ વિભાગો પણ છે. તેમાં તાજકિયાહ (વિસ્તરણ વિભાગ), તરબિયા (માર્ગદર્શક વિભાગ), તહલીલ (ડિટેક્ટીવ વિભાગ) અને થર્ડીસ (શારીરિક તાલીમ વિભાગ)નો સમાવેશ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.