Western Times News

Gujarati News

100 કરોડનો ખર્ચે તૈયાર થયેલું ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર

પ્રધાનમંત્રી ભાવનગરમાં રૂ. 5200 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ અને ભાવનગર ખાતે બ્રાઉનફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કરશે. પોર્ટને 4000 કરોડ રૂ.થી વધુના ખર્ચે વિકસાવવામાં આવશે.

અને વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે અને વિશ્વની ચોથી સૌથી મોટી લોક ગેટ સિસ્ટમ હશે. સીએનજી ટર્મિનલ ઉપરાંત, બંદર ભવિષ્યની જરૂરિયાતો અને પ્રદેશમાં આગામી વિવિધ પ્રોજેક્ટ્સની માગને પણ પૂરી કરશે. પોર્ટમાં અતિ આધુનિક કન્ટેનર ટર્મિનલ, બહુહેતુક ટર્મિનલ અને લિક્વિડ ટર્મિનલ હશે

જેમાં હાલના રોડવે અને રેલવે નેટવર્ક સાથે સીધું ડોર-સ્ટેપ કનેક્ટિવિટી હશે. તે કાર્ગો હેન્ડલિંગમાં ખર્ચ બચતના સંદર્ભમાં માત્ર આર્થિક લાભ જ નહીં, પણ આ પ્રદેશમાં લોકો માટે રોજગારીનું સર્જન કરશે. ઉપરાંત, CNG આયાત ટર્મિનલ સ્વચ્છ ઊર્જાની વધતી જતી માગને પહોંચી વળવા માટે વધારાનો વૈકલ્પિક ઊર્જાનો સ્ત્રોત પૂરો પાડશે.

પ્રધાનમંત્રી ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે, જે 20 એકરમાં ફેલાયેલું છે અને લગભગ રૂ. 100 કરોડનો ખર્ચ થયો છે. કેન્દ્રમાં મરીન એક્વેટિક ગેલેરી, ઓટોમોબાઈલ ગેલેરી, નોબેલ પ્રાઈઝ ગેલેરી – ફિઝિયોલોજી એન્ડ મેડિસિન, ઈલેક્ટ્રો મિકેનિક્સ ગેલેરી, બાયોલોજી સાયન્સ ગેલેરી સહિત અનેક થીમ આધારિત ગેલેરીઓ છે.

કેન્દ્ર એનિમેટ્રોનિક ડાયનાસોર, વિજ્ઞાન થીમ-આધારિત રમકડાની ટ્રેન, પ્રકૃતિ સંશોધન પ્રવાસ, મોશન સિમ્યુલેટર, પોર્ટેબલ સોલાર ઓબ્ઝર્વેટરી વગેરે જેવા આઉટ-ડોર ઇન્સ્ટોલેશન દ્વારા બાળકો માટે શોધ અને સંશોધન માટે સર્જનાત્મક પ્લેટફોર્મ પણ પ્રદાન કરશે.

કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી સૌની યોજના લિંક 2 ના પેકેજ 7, 25 મેગાવોટ પાલિતાણા સોલર પીવી પ્રોજેક્ટ, APPL કન્ટેનર (આવદકૃપા પ્લાસ્ટોમેક પ્રાઇવેટ લિમિટેડ) પ્રોજેક્ટ સહિત અન્ય વિવિધ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે; અને સૌની યોજના લિંક 2 ના પેકેજ 9, ચોરવડલા ઝોન વોટર સપ્લાય પ્રોજેક્ટ સહિત અન્ય પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.