Western Times News

Gujarati News

ગીરના વતનીએ અત્યારસુધીમાં ઉગાડ્યા ૭ કરોડ વૃક્ષ

વ્યક્તિએ અત્યારસુધીમાં ઉગાડ્યા ૭ કરોડ વૃક્ષ

તાલાલાના રમળેચી ગીરના વતની ગફારભાઇ કુરેશીને પ્રકૃતિ અને પર્યાવરણ જતન બદલ ૪૦૬ સન્માન અને એવોર્ડ મળ્યા છે

૩૦ વર્ષ સુધી જંગલોમાં પગપાળા ફર્યા!

અમદાવાદ,ગીર એટલે પ્રકૃતિનું ઘર કહેવાય છે. ગીરના પ્રકૃતિપ્રેમી ગફારભાઇ કુરેશીની ઉંમર ૬૦ વર્ષ થય છે. તેણે પ્રકૃતિ અને પર્યાવરણ માટે સમગ્ર જીંદગી વ્યતીત કરી દીધી છે. તાલાલાના રમળેચી ગીરના વતની ગફારભાઇ કુરેશીએ જણાવ્યું હતું કે તે ૧૨ વર્ષની ઉંમરથી જ વૃક્ષ, વનસ્પતિ, પ્રકૃતિ અને પર્યાવરણ સાથે ઋચી ધરાવે છે. ૩૦ વર્ષ સુધી ગફારભાઇ કુરેશી અને તેમના પત્ની જેબુનીશાએ ૧૦૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમર ધરાવતા લોકોની કોઠાસુજનો અભ્યાસ કર્યો છે.

તેમજ ૩૦ વર્ષ સુધી ભારતના મોટાભાગના જંગલો પગપાળા ફર્યા છે. તેમણે ૧૦૦ વર્ષના વ્યક્તિ પાસેથી ૧૦૦ વર્ષનું નીછોડવાળું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અત્યારે પણ ગફારભાઇ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ હોય તો તેમની પાસે કોઠાસુજનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તેમની પાસે સમય પસાર કરવા જાય છે. ગફારભાઇ કુરેશીએ જણાવ્યું હતું કે ભારતના મોટાભાગના જંગલો પગપાળા એટલા માટે ફર્યા છે કે પ્રેક્ટીકલ જાેઈએ તે હંમેશા હદયમાં રહે છે.

અને અત્યાર સુધીમાં તેમણે અને તેમના પરિવારે ૭ કરોડ વૃક્ષ તથા વનસ્પતિની ભેટ ભારત અને વિશ્વની ભૂમિને આપી છે. ગફારભાઇ કુરેશીએ દેશમાં ૧૦ કરોડ વૃક્ષ અને વનસ્પતિ લગાવવાનો સંકલ્પ કર્યો છે. તેના માટે લોકોની દુવાની જરૂર છે. તમામની દુવા જરૂર હશે.

તો આ કાર્ય ચોક્કસથી પાર પડી જશે. તેમણે આ દેશની પ્રકૃતિ અને પર્યાવરણ માટે જિંદગી વ્યતીત કરવા માંગે છે. તે ૧૨ વર્ષની ઉંમરથી જ પ્રકૃતિ, પર્યાવરણ, વૃક્ષ અને વનસ્પતિના સંવર્ધન માટે કામ કરી રહ્યા છે. તેના માટે ૧૮ થી ૨૦ કલાક સુધી સમય આપે છે. અત્યાર સુધીમાં ૪૦૬ સન્માન અને એવોર્ડથી સન્માનિત કરાયા ગફારભાઇ કુરેશીને પર્યાવરણના જતન માટે અત્યાર સુધીમાં ૪૦૬ સન્માન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

બે વખત રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ૧૯૮૫માં ગ્યાની ઝૈલસીંઘજી અને ૨૦૦૫ માં એ.પી.જે અબ્દુલ કલામજી ના હસ્તે એવોર્ડ મળ્યો હતો. તેમજ ૧૯૯૮ માં સરદાર વલ્લભભાઇ પટેલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ગફારભાઇ કુરેશીએ ૪૦૬ સન્માન અને એવોર્ડ ભારત દેશના ૧૦૦ વર્ષના લોકો અને દેશની પ્રકૃતિ, પર્યાવરણ તથા વનસ્પતિને સમર્પિત કર્યા છે.

ભારતના ૧૯ રાજ્યોના જંગલમાં પગપાળા ફર્યા ગફારભાઇ કુરેશી અને તેમના પત્ની જેબુનીશા ૧૯ રાજ્યના જંગલ પગપાળા ફર્યા છે. ક્યાં જંગલની અંદર કઇ વનસ્પતિ લુપ્ત થઇ રહી છે. ક્યાં જંગલની અંદર કઇ વનસ્પતિને લગાવવાની જરૂર છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.