Western Times News

Gujarati News

કાલે ગ્રાઉન્ડ સરખું નહિ હોય તો હું જ ગરબા નહિ શરૂ કરું : અતુલ પુરોહિત

વડોદરાના યુનાઇટેડ વેના ગ્રાઉન્ડ પર સતત બીજા દિવસે પણ હોબાળો

મારા છોકરાએ મને પથ્થર માર્યો અને મને માથામાં વાગ્યો, હું તમને નિરાશ નહિ કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહિ હોય તો હું જ ગરબા નહિ શરૂ કરું

અતુલ પુરોહિતને માર્યો પથ્થર

વડોદરા,શહેરના યુનાઇટેડ વે ઓફ વડોદરાના ગરબા આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યારે આ વખતે ત્યાંના ગ્રાઉન્ડ પર સતત બીજા દિવસે ખેલૈયાઓને કાંકરા વાગ્યા હતા. બીજા દિવસે પથ્થર-પથ્થરની બૂમોથી હોબાળો થતા અધવચ્ચે ગરબા બંધ કરવા પડ્યા હતા. જે બાદ અતુલ પુરોહિતે સ્ટેજ પરથી જાહેરાત કરવી પડી હતી કે, જાે આવતીકાલે ગ્રાઉન્ડ સરખું નહીં થાય તો હું જ ગરબા શરૂ નહીં કરુ.

અતુલ પુરોહિતે હોબાળો શરૂ થતા જ સ્ટેજ પરથી જાહેરાત કરવી પડી હતી કે, પહેલીવાર એવું થયું કે, મારા છોકરાએ મને પથ્થર માર્યો અને મને માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહિ કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહિ હોય તો હું જ ગરબા નહિ શરૂ કરું. ફરિયાદમાં જણાવવામાં આવ્યુ છે કે, શહેરના આર.વી.દેસાઇ રોડ પર સાધના કોલોનીમાં રહેતા વકીલ વિરાટસિંહ શિવરાજસિંહ વાઘેલાએ ગ્રાહક કોર્ટમાં યુનાઇટેડ વે ઓફ વડોદરાના બોર્ડ ઓફ ગવર્ન્સ, ચેરમેન અમિત ગોરડિયા, વાઇસ ચેરમેન સિવેન્દરસિંહ ચાવલા તથા ખજાનચી રાકેશ અગ્રવાલ ફરિયાદ કરી જણાવ્યું છે કે, યુનાઇટેડ વે સંસ્થાએ કલાલી ખાતે ગ્રાઉન્ડ ભાડે લીધું છે.

ખેલૈયાઓ પાસેથી ડોનેશનના નામે પાસ ઇશ્યૂ કરી ખેલૈયા દીઠ ૪૮૦૦થી વધુ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, અહીંનો પાસ મેં ઓનલાઇન લીધો હતો. હું પહેલા નોરતે રમવા ગયો હતો. મને તથા અન્ય ખેલૈયાઓને ગરબા રમતા સમયે પગમાં પથ્થર વાગ્યા હતા. જેની જાણ અમે ગરબાના વહીવટકર્તાઓને કરી પરંતુ, તેઓ કહ્યુ કે, તમારે થોડા દિવસ રાહ જાેવી પડશે.

જાે રાહ જાેવી ના હોય તો વધુ રૂપિયાની વ્યવસ્થા કરી આપો તો ગ્રાઉન્ડ વ્યવસ્થિત રીતે સાફ સફાઇ કરી શકાય. આ કેસ સંદર્ભે ગ્રાહક કોર્ટે તમામને નોટિસ ઇશ્યૂ કરી છે. આ હોબાળો એટલી હદે વકર્યો કે, ગરબા આયોજકોએ રીફંડ માટે લીંક મુકવાનો વારો આવ્યો છે.

તેમણે જણાવ્યુ કે, બુધવારે ૧ થી ૭ દરમિયાન લીન્ક મૂકવામાં આવશે જેથી તેઓ રીફંડ મેળવી શકશે. ૭ વાગ્યા પછી રીફંડ માટે અરજી કરી શકાશે નહિ. આ હોબાળા બાદ રાતે ચાલુ ગરબામાં પણ ઇન્ટરવલ દરમિયાન સાવરણાની મદદથી ગ્રાઉન્ડ સાફ કરીને કાંકરા વીણવામાં આવ્યા હતા. તે છતાં મોટા મોટા પથ્થરોને કારણે ખેલૈયાઓને પગમાં ઇજા પણ પહોંચી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.