Western Times News

Gujarati News

અમદાવાદના બિલ્ડરના શરીરમાં ધબકે છે ફોરેનરનું હૃદય

નિષ્ણાંતોનું માનવુ છે કે તેઓ પ્રથમ એવા વ્યક્તિ છે જે ટ્રાન્સપ્લાન્ટ પછી આટલુ લાંબુ જીવ્યા હોય

ટ્રાન્સપ્લાન્ટના ૧૮ વર્ષ પછી પણ છે બિલકૂલ ફિટ

અમદાવાદ,આજે ૨૯મી સપ્ટેમ્બર એટલે કે World Heart Day. આ વર્ષે વર્લ્ડ હાર્ટ ડેની થીમ છે-Use Heart for Every Heart.. અને અમદાવાદના બિલ્ડર દિપક પટેલ આ થીમનું જીવંત ઉદાહરણ છે. દિપક પટેલની ઉંમર અત્યારે ૫૦ વર્ષથી વધારે છે. વર્ષ ૨૦૦૪માં તેમણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી.

અર્થાત, દિપક પટેલને નવજીવન મળ્યાને ૧૮ વર્ષ થઈ ગયા છે અને નિષ્ણાંતોનું માનવું છે કે, રાજ્યમાં તેઓ કદાચ પ્રથમ એવા વ્યક્તિ છે જે ટ્રાન્સપ્લાન્ટ કરેલા હૃદય સાથે આટલુ લાંબુ જીવી શક્યા હોય. અહીં રસપ્રદ વાત એ છે કે પોતાને ટ્રાન્સપ્લાન્ટને કારણે નવજીવન મળ્યું હોવાને કારણે દિપક પટેલ ખૂબ પ્રેરિત થયા અને તેમણે અંગદાનને પ્રોત્સાહન આપવાનો ધ્યેય અપનાવી લીધો છે.

તેમણે આ માટે એક દ્ગય્ર્ંની પણ શરુઆત કરી છે. વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૦૩માં ડોક્ટરોએ જણાવ્યું કે દિપક પટેલના હૃદયની રક્તભ્રમણ કરવાની ક્ષમતા નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. લાંબી સારવાર પછી સ્થિતિમાં સામાન્ય સુધારો જાેવા મળ્યો પરંતુ થોડા સમય પછી ફરી આ જ સમસ્યા ઉભી થઈ હતી.

એક સમય એવો આવ્યો કે તેમનું હૃદય માત્ર ૩૩ ટકા લોહી જ પંપ કરી શકતુ હતું જેના પરિણામે તેઓ રોજબરોજના કામ પણ કરી શકતા નહોતા. દિપક પટેલ સારવાર માટે દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉન પહોંચ્યા અને ત્યાં તેમણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી. દિપક જણાવે છે કે, મને કહેવામાં આવ્યું કે હું અંતિમ દર્દી છું જેની આ સર્જરી કરવામાં આવી કારણકે ત્યારપછી દક્ષિણ આફ્રિકામાં વિદેશી લોકો માટેનો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનો નિયમ બદલાઈ ગયો હતો.

મારા નસીબે મારો સાથ આપ્યો અને મને જીવન જીવવાની બીજી તક મળી. પાછલા ૧૮ વર્ષમાં મારે બે વાર એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી, પણ એ સિવાય હૃદયને લગતી બીજી કોઈ સમસ્યા ઉભી નથી થઈ. દિપક પટેલ અમદાવાદની એક રિયલ્ટી ફર્મના ચેરમેન છે.

તેઓ જણાવે છે કે, દર વર્ષે હું સાઉથ આફ્રિકા જઈને બાયોપ્સી અને ચેક-અપ કરાવુ છું. એ સિવાય મારું જીવન સામાન્ય વ્યક્તિની જેમ જ ચાલી રહ્યું છે. અત્યારે લોકોમાં અંગદાન પ્રત્યે જે જાગૃતિ આવી છે તે અદ્દભુત છે. પરંતુ હજી પણ ઘણું કામ કરવાનું બાકી છે.

આપણે લાઈવ ડોનર્સ પર ર્નિભરતા ઓછી કરવાની જરૂર છે. અમુક દેશોમાં એવો નિયમ છે કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે માતા-પિતા અંગદાન માટે મંજૂરી આપી શકે છે. આપણે હજી તે સ્ટેજ પર નથી પહોંચ્યા. તબીબો અને નાગરિકોમાં હજી વધારે જાગૃતિની જરૂર છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.