Western Times News

Gujarati News

કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રિયંકા ગાંધી અલીપ્ત શા માટે?!

કોંગ્રેસ એ સત્તા વાન્ચ્ચુંકોનો કે હોદ્દા માટે રાજનીતિ કરનારો પક્ષ નથી પણ પ્રગતિશીલ બંધારણીય વિચારધારાનો અને અખંડ ભારતના રખેવાળનો પક્ષ છે જેની શહીદીની રાજનીતિ છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રિયંકા ગાંધી અલીપ્ત શા માટે?!

મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાલાલ નેહરુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, અબુલ કલામ આઝાદ, કોંગ્રેસ વિચારધારાને વરેલા નેતાઓ હતા કોઈપણ પ્રકાર ના મુદ્દા માટે પક્ષ ક્યારે છોડી ગયા નથી!!

તસવીર દિલ્હી કોંગ્રેસના મુખ્ય કાર્યાલયની છે, કોંગ્રેસને કર્મશીલ અનુભવ અને તંદુરસ્ત પ્રમુખ ની જરૂર છે જે કોંગ્રેસમાં નવચેતના જગાવે કોંગ્રેસ મુક્ત ભારત અને કથિત પરિવારના રાજકીય વિરોધીઓના આક્ષેપો સામે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કમર કસી છે એક તરફ રાહુલ ગાંધી ભારત જાેડો યાત્રા કાઢતા તેને સારો આવકાર મળી રહ્યો છે!

તેમનો વ્યૂહ ઉત્તર અને દક્ષિણના રાજ્યોને જાેડવાનો છે ભારતમાંથી કોમવાદી રાજનીતિ અટકાવી ધ્રુવીકરણ અટકાવવાનો છે! જ્યારે પ્રિયંકા ગાંધી યુવાન વિદ્યાર્થીનીઓના અને મહિલાઓના હૃદય સુધી પહોંચવામાં સફળ થયા છે આ પ્રસંશકોને મતો માં તબદીલ કરવાની જરૂર છે પરંતુ નેહરુ- ગાંધી પરિવાર માંથી કોઈ પક્ષ પ્રમુખ બનવા તૈયાર નથી

એવું ચિત્રા ઉપસી રહ્યું છે હાલ પ્રમુખ પદ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોકભાઈ ગેહલોત, શ્રી કમલનાથ, દિગ્વીજયસિંહ, શ્રી મનીષ તિવારી, શશી થરૂર સહિત અનેક નામો ચાલે છે!! પરંતુ કોંગ્રેસને એવા પ્રમુખની જરૂર છે કે જે કોંગ્રેસ છોડી ગયેલા કેટલાક પક્ષોને કોંગ્રેસ વિચારધારા સાથે જાેડીને કોંગ્રેસને મજબૂત બનાવે!

કોંગ્રેસ સાથે યુવા મતદારોને જાેડી શકે અને મહિલા મતદારોને કોંગ્રેસમાં શ્રદ્ધા ઊભી થાય આ માટે શ્રીમતી પ્રિયંકા ગાંધી એ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિત્વ ગણાય! કોંગ્રેસમાંથી કેટલાક છૂટા પડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ વિચાર આધારિત યુવાનોમાં ધ્વારા પક્ષ મજબૂત બનાવવા આવો એ જ એકમાત્ર ઈલાજ છે કોંગ્રેસ એટલે ‘ત્યાગ’ દેશની એકતાનો રખેવાળ અને સક્ષમ વહીવટ કરતાં ઓનો પક્ષ આ સંદેશો પ્રજાને પણ પહોંચાડશે.  (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

એવું જીવન જીવો કે સમયની રેત પર તમારા પગલાં રહે – ઓસ્કાર વાઇલ્ડ

વિલિયમ બ્લેક નામના વિચારે કે સરસ કહ્યું છે કે “પરમાત્માએ જીભ આપી માણસને બોલતો કર્યો ત્યારે માનવીએ એ જ જીભથી પ્રશ્ન કર્યો અને “અરે ક્યાં છે પરમેશ્વર?!”!! જ્યારે ઓસ્કાર વૈલ્ડે કહ્યું છે કે “એવું જીવન જીવો કે સમયની રેત પર તમારા પગલાં રહે”!!

ભારતની આઝાદી માટે નો નેતૃત્વનો યુગ અદભુત હતો જેમાં સત્તા માટે નહીં હોદ્દા માટે નહીં પરંતુ ત્યાગ, સમર્પણ અને સંવેદનાનો યુગ હતો જેમાં કોંગ્રેસને મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત જવાલાલ નેહરુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર ભીમરાવ આંબેડકર અને મૌલાના અબુલ કલામ આઝાદ જેવા અસંખ્ય નેતા મળ્યા એ યુગ કર્મનો યુગ હતો એ યુગ પાખંડતા કે પ્રપંચતાનો નહીં પણ રાષ્ટ્રનિષ્ઠા નો યુગ હતો

અને આવા યુગ સાથે કોંગ્રેસનો જન્મ અને વિકાસ થયો હતો જેમાં પંડિત જવાહરલાલ નહેરુ ના પિતા મોતીલાલ નેહરૂનું પ્રદાન હતું માટે કોંગ્રેસ સાથે નેહરુ ગાંધી પરિવારનો પારિવારીક નાતો હતો!!

કોંગ્રેસમાં સત્તા નેતૃત્વ ને હોદ્દા માટેની લડાઈ નહીં પરંતુ અનેક પડકારો વચ્ચે દેશને દિશા આપવાનું કામ પંડિત જવાલાલ નહેરુ અને સરદાર વલ્લભ પટેલે સંયુક્ત રીતે કર્યું ?!

ઓસ્કાર વાઇલ્ડ સરસ કહ્યું છે કે “પરમાત્માને એ લોકો વાલા હોય છે કે જેઓ એની સૃષ્ટિને પ્રેમ કરે”!! આઝાદીની લડત એક કોંગ્રેસનો ઇતિહાસ છે જેમાં મહાત્મા ગાંધીના માર્ગદર્શક હેઠળ જવાહરલાલ નહેરુએ અને સરદાર વલ્લભભાઈ પટેલે અનેક પડકારો વચ્ચે દેશનું સુકાન સંભાળ્યું

ત્યારથી કોંગ્રેસના નેતૃત્વની શરૂઆત થઈ પંડિત જવાલાલ નેહરુ સંવેદનશીલ અને કવિ હ્રદયી અને માનવતાવાદી નેતૃત્વ પૂરું પાડ્યું તો બીજી તરફ સરદાર પટેલ પટેલે ભાવનાત્મક સુજ સાથે દેશને લોખંડી નેતૃત્વ પૂરી પાડીને દેશની દિશા અને દશા બદલી નાખી!

પરંતુ કોંગ્રેસમાં આ બંને નેતાઓમાં પંડિત જવાલાલ નેહરુ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણેલા હોવા છતાં તેમનું હૃદય ભારતીય હતું. સરદાર વલ્લભ પટેલ ખેડૂત પુત્ર હોવા છતાં તેમનો આત્મા ‘ઇન્સાફ’નો હતો! તે કાયદા વિદ હતા બંને કોંગ્રેસી નેતા સૈદ્ધાંતિક વિચાર ભિન્નતાને વિચાર વિમર્સ કરી પ્રશ્નો એકતાથી ઉકેલતા આમ પંડિત જવાલાલ નેહરૂ એ કોંગ્રેસનું ‘હૃદય’ હતું તો સરદાર પટેલ એ કોંગ્રેસનો ‘આત્મા’ હતો બંને નેતાઓ આઝાદી માટે જેલમાં ગયા અને બંને નેતાઓએ કોંગ્રેસ સરકારનો દેશમાં સફળ સુકાન સંભાળ્યું!

કોંગ્રેસમાં નવી ચેતના જાગૃત કરીને કોંગ્રેસમાં પ્રાણપૂરીને આંતરિક પડકારો અને વૈશ્વિક પડકારોમાં સફળ નેતૃત્વ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પૂરું પાડ્યું ?!

બ્રિટનની ઓસ્ક્ફોર્ડમાં ભણેલા અને શ્રીમતી ઇન્દિરા ગાંધી ૧૯૩૮માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય બન્યા હતા ૧૯૪૨ની ૧૦મી સપ્ટેમ્બરે અલ્હાબાદ ખાતે ઇન્દિરાજીની ધરપકડ કરાઈ હતી અને દેશ માટે જેલની સજા ભોગવી હતી આમ દેશના પ્રશ્નોની સુજ ધરાવતા શ્રીમતી ઇન્દિરા ગાંધી ૨૪.૦૧.૧૯૬૬ ભારતના વડાપ્રધાન તરીકે સુકાન સંભાળ્યું! ૧૯૭૮ માં કોંગ્રેસના ભાગલા પછી ખંડેર બનેલા પક્ષને જાગૃત કર્યો

અને ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના ધર્મપત્નિ શ્રીમતી લલિતા દેવી ના ઘરે જઈ આશીર્વાદ મેળવ્યા! આમ સૌજન્ય રાજનીતિના તેઓ સમર્થક હતા. પશ્ચિમ પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન અમેરિકા અને ચીન સામે વળતા પગલાં લેવાની ચીમકી આપી

અમેરિકાના પ્રમુખ રિચાર્ડ નિકસને તો બંગાળના અખાતમાં પ્રસિદ્ધ સાતમા નૌકા કાફલો ઉતાર્યો પણ તેની સામે વ્યુહાત્મક વૈશ્વિક ચાલતા અમેરિકાનું જહાજ પરત ફર્યું અને પાકિસ્તાનની ૧૯૭૧ ના યુદ્ધમાં હાર થઈ સીમલા કરાર કર્યા! ૧૪ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું! રાજાઓના સાલિયાણા નાબૂદ કર્યા! અલીપ્ત રાષ્ટ્રોની પરિષદમાં પ્રમુખ પદ સંભાળ્યું પંજાબનું સુવર્ણ મંદિર આતંકવાદીથી મુક્ત કરાવતા આખરે ૩૧.૧૦. ૧૯૮૪ માં તેમના અંગ રક્ષકોના હસ્તે હત્યા થઈ પણ કોંગ્રેસને મજબૂત કરવામાં તેમનો ફાળો મહત્વનો હતો!

એડિશન નામના વિચારો કે સરસ કર્યું છે કે “ભવિષ્ય હોતું જ નથી આપણે નિર્માણ કરવાનું છે”!! ૧૯૮૪માં ભારતના વડાપ્રધાન તરીકે સુકાન સંભાળનાર શ્રી રાજીવ ગાંધી પ્રધાનમંત્રી બન્યા અને ભારતમાં ૪૦ વર્ષની વયની ઉંમરના સૌથી નાની વયના વડાપ્રધાન હતા

અનુભવ ન હોવા છતાં કેટલાક ર્નિણયો ત્વરિત લેતા અને તેમણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને પ્રાધાન્ય આપ્યું ભારતમાં ટેકનોલોજી વિકાસના યુગનો પ્રારંભ તેમના થકી થયો તેઓ નિડર વડાપ્રધાન તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા પ્રદાન કરી છે શ્રીલંકાના લીબ્રેસન ટાઈગર ઓફ તમિલ ઈલમે તમિલો માટે અલગ દેશ બનાવવાની માર્ગ સામે રાજીવ ગાંધીએ ૧૯૮૭ ની સમજૂતીને આધારે શ્રીલંકામાં શાંતિ સેના મોકલતા તેને લઈને ૨૧ મે ૧૯૯૧ રોજ એક મહિલાએ આરડી.એક્ષ થી હુમલો કરતા રાજીવ ગાંધી દેશ માટે શહીદ થઈ ગયા હતા!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.