Western Times News

Gujarati News

નવનિર્મિત પોટાશ ટાવરનું કેન્દ્રીય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાના હસ્તે ઉદ્ધઘાટન

અમદાવાદ, ઇન્ડિયન પોટાશ લિમિટેડના નવનિર્મિત પ્રાદેશિક કાર્યાલયનું ઉદ્ઘાટન આજે કેન્દ્ર સરકારના કેમિકલ અને ફર્ટિલાઇઝર પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. અમદાવાદના નવરંગપુરા સ્થિત દેવભૂમિ એપર્ટમેન્ટની સામે પોટાશ ટાવરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર ડૉ. પી. એસ ગેહલોત અને રાજ્યના વિધાનસભ્ય, ઇન્ડિયન પોટાશ લિમિટેડના ચેરમેન શ્રી પંકજકુમાર બંસલ, માર્કેટિંગ જનરલ મેનેજર શ્રી સુધીર રેલન, ગુજરાત સરકારના એસીએસ શ્રી મુકેશ પુરી,

ઇન્ડિયન પોટાશ લિમિટેડ અમદાવાદના ચીફ મેનેજર શ્રી આર. વી. સિંઘ, ખેતી નિયામક ગુજરાત શ્રી એસ.જે. સોલંકી સહિત આમંત્રિતો પોટાશ ટાવરના પ્રાદેશિક કાર્યાલય ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.

કંપની ૧૯૫૫થી વિદેશથી રાસાયણિક ખાતરો આયાત કરીને ભારત દેશના ખેડૂતોને ખાતર પહોંચાડવાની કામગીરી કરી રહી છે. કંપનીના ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ, ભારત સરકારના નેજા હેઠળ ગુજરાત રાજ્યના કંડલા,મુન્દ્રા અને ટુના પોર્ટ ઉપર રાસાયણિક ખાતર આયાત કરીને ભારત સરકારની સૂચના મુજબ દેશના જુદા જુદા રાજ્યોમાં રાસાયણિક પહોંચાડવાની કામગીરી કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.