Western Times News

Gujarati News

ઉત્તરાખંડમાં જાનૈયાઓથી ભરેલી બસ ઉંડી ખીણમાં પડી,૨૫ લોકોના મોત

પૌડી, ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં પૌડી જિલ્લામાં લગ્ન પ્રસંગ માટે ૪૦થી વધુ લોકોને લઇને જઇ રહેલી બસ ખાઇમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી.

અકસ્માતમાં ૨૫ના કરૂણ મોત નિપજ્યા છે. At least 25 people lost their lives in a tragic bus accident in the Pauri Garwhal district of Uttarakhand on Tuesday. A bus carrying about 40 was returning from a wedding when it plunged into a gorge near Simdi village, reports said.

જાનૈયાઓને લઇને જઇ રહેલી બસે અચાનક કાબુ ગુમાવી દીધો હતો. બસ હરિદ્વાર જિલ્લાના લાલઢાંગથી પૌડીના બીરોંખાલ ગામ તરફ જઇ રહી હતી. એવા દાવા થઇ રહ્યા છે કે ખાઇ આશરે ૫૦૦ મીટર ઉંડી હોઇ શકે છે. એસડીઆરએફની ટીમને પણ રેસ્ક્યૂ ઓપરેશન માટે રવાના કરવામાં આવી છે. આ ઘટના આશરે આઠ વાગ્યે ઘટી હતી.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું હતું કે રેસ્ક્યૂ ઓપરેશન માટે ટીમોને રવાના કરી દેવામાં આવી છે. પ્રાર્થના કરીએ કે બધા જ લોકો સુરક્ષીત હોય અને કોઇ જાનહાની ના થઇ હોય. સ્થાનિક ગ્રામજનો દ્વારા પણ પીડિતોને મદદ પુરી પાડવામાં આવી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ અકસ્માતમાં ૨૫ના મોત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.