Western Times News

Gujarati News

કરોડોની ડુપ્લીકેટ નોટ કૌભાંડનો રેલો મુંબઈ દિલ્હી સુધી પહોંચ્યો

સુરતમાં ૩૧૬ કરોડની નોટો જપ્ત, મુખ્ય આરોપી સહિત ૬ ઝડપાયા

(એજન્સી)સુરત, સુરત જિલ્લાની કામરેજ પોલીસે ૨૯ સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી મુંબઈ જતા રોડ પર પારડી ગામ પાસે નકલી નોટ ઝડપી હતી. ત્યારે ૨૫ કરોડની ડુપ્લિકેટ નોટનું કૌભાંડ સામે આવ્યું હતું. આ નકલી નોટ મામલે વધુ તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે.

આ નકલી નોટનો રેલો માત્ર ગુજરાત જ નહીં પરંતુ મુંબઈ અને હવે દિલ્હી પહોંચ્યો છે. પોલીસે મુંબઈથી સમગ્ર મામલાના માસ્ટર મઇન્ડ વિકાસ જૈન સહિત છ લોકોને ઝડપી લીધા છે. તો પોલીસે આશરે ૩૧૬ કરોડ રૂપિયાની નકલી નોટ કબજે કરી છે.

કામરેજ પોલીસને બાતમી મળી હતી કે દીકરી એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટની એક એમ્બ્યુલન્સમાં નકલી ચલણી નોટો ઘુસાડવામાં આવી રહી છે. જેને લઇ પોલીસે વોચ ગોઠવી અને એમ્બ્યુલન્સ ઝડપી પાડી હતી. એમ્બ્યુલન્સમાંથી પોલીસને ૨૫.૮૦ કરોડની નકલી ચલણી નોટો મળી આવી હતી.

જાેકે એમ્બ્યુલન્સ ચાલકની સઘન પૂછપરછ બાદ જામનગરના કાલાવડ તેમજ આણંદ ખાતેથી વધુ ૫૨ અને ૧૨ કરોડ એમ ૬૪ કરોડની ચલણી નોટો મળી આવી હતી. જાેકે નકલી ચલણી નોટો પર મુવીના શુટિંગ માટે આ નોટ વાપરવાનો હેતુ એવું લખવામાં આવ્યું હતું.

પરંતુ કેટલીક બાબતો શંકાસ્પદ લગતા પોલીસે તપાસ શરુ કરી હતી. ઝડપાયેલા એમ્બ્યુલન્સ ચાલકની સઘન તપાસ કરતા તપાસનો રેલો મુંબઈ સુધી પહોચ્યો હતો. અને પોલીસને દાળમાં કંઇક કાળું હોવાનો અંદેશો આવી ગયો હતો. એમ્બ્યુલન્સ ચાલકની તપાસમાં જેનું નામ ખુલ્યું હતું

એવા વિકાસ જૈનની પોલીસે અટકાયત કરી અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસને વિકાસ જૈનના ઘર અને ગોડાઉનમાંથી મળી આવેલી ચલણી નોટો જાેઈ પોલીસની આંખો પણ પહોળી થઇ ગઈ હતી.

તપાસમાં પોલીસને ૨૨૭ કરોડ રૂપિયાની નકલી ચલણી નોટો મળી આવી, જે પૈકી ૬૭ કરોડ રૂપિયાની નોટો તો ૨૦૧૬માં ભારત સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી જૂની ૫૦૦ અને ૧૦૦૦ના દરની હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.