Western Times News

Gujarati News

વર્લ્ડ બેન્કે ભારતના વિકાસદરનું અનુમાન ઘટાડ્યું

નવીદિલ્હી, આરબીઆઈ બાદ હવે વર્લ્ડ બેન્કએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં દેશના આર્થિક વિકાસ દરના અનુમાનને ઘટાડી દીધુ છે. વર્લ્ડ બેન્ક પ્રમાણે ભારતનો જીડીપી આ વર્ષે ૬.૫ ટકા રહેવાનું અનુમાન છે. આ પહેલા જૂન, ૨૦૨૨માં વર્લ્ડ બેન્ક જીડીપી ૭.૫ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને વર્લ્ડ બેન્કની બેઠક પહેલા સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં વિશ્વ બેન્કે આ વાત કહી છે. પરંતુ તેનું માનવું છે કે દુનિયાના બાકી દેશોના મુકાબલે ભારત ઝડપથી રિકવર કરી રહ્યું છે.

સાઉથ એશિયા માટે વર્લ્ડ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રીએ કહ્યું કે કોવિડના પહેલા ફેઝમાં ભારે ઘટાડા બાદ ગ્રોથના મામલામાં દક્ષિણ એશિયાના અન્ય દે શોના મુકાબલે ભારતે સારૂ પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું કે ભારત પર કોઈ વધુ વિદેશી દેવુ નથી જે સકારાત્મક વાત છે. સાથે તેમણે કહ્યું કે સર્વિસ સેક્ટર ખાસ કરીને સર્વિસ એક્સપોર્ટના ક્ષેત્રમાં ભારતનું પ્રદર્શન સારૂ રહ્યું છે.

વૈશ્વિક સ્થિતિની ભારત સહિત બધા દેશો પર અસર પડી રહી છે, જેના કારણે ગ્રોથ રેટનું અનુમાન ઘટાડવું પડ્યું છે. તેમણે કહ્યું કે દુનિયાભરની અર્થવ્યવસ્થામાં સ્લોડાઉનનો સંકેત જાેવા મળી રહ્યો છે. તેના બે કારણો છે.

પ્રથમ હાઈ ઇનકમવાળા દેશોની અર્થવ્યવસ્થાના વિકાસની ગતિ ધીમી પડી રહી છે તો આકરી નાણાકીય નીતિને કારણે લોન મોંઘી થઈ રહી છે, જેથી વિકાસશીલ દેશોમાં કેપિટલ આઉટફ્લો જાેવા મળી રહ્યો છે. આ પહેલા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના મોનિટરી પોલિસીની જાહેરાત કરી હતી, જેમાં ૨૦૨૨-૨૦૨૩માં ૭ ટકા જીડીપી રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.