Western Times News

Gujarati News

એમપી ટૂરિઝમ કરાવશે નર્મદા પરિક્ર્મા, જબલપુરથી થશે શરુઆત

યાત્રા જબલપુર, ઇન્દૌર અને ભોપાલથી શરૂ કરી શકાશે-યાત્રા 15 દિવસ અને 14 રાતની રહેશે.

અમદાવાદ, એમપી ટૂરિઝમ વિભાગ દ્વારા આધ્યાત્મિક પ્રવાસ અંતર્ગત શુક્રવારે જબલપુરથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશની જીવાદોરી ગણાતી માતા નર્મદા નદીની પરિક્રમા સર્વસુવિધાયુક્ત વાહનો દ્વારા કરાવવામાં આવશે. 15 દિવસ અને 14 રાતનું આ ટૂર પેકેજની સુવિધા જબલપુર, ઈન્દોર અને ભોપાલથી મેળવી શકાય છે. એમપી સ્ટેટ ટુરીઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના પ્રમુખ શ્રી વિનોદ ગોંટિયા દ્વારા આદરણીય સંતો અને માનનીય જનપ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિતિમાં સુસજ્જ વાહનો સાથે નર્મદા પરિક્રમા સુવિધાનું ઉદ્ધાટન એમપીટી કલચુરી રેસીડેન્સી,

જબલપુર ખાતે શુક્રવારે સવારે કરવામાં આવ્યું હતું. નિગમના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી એમ. વિશ્વનાથને જણાવ્યું હતું કે, “યાત્રામાં ભાગ લેવા માંગતા યાત્રાળુઓ પ્રાદેશિક કાર્યાલયમાંથી પરિક્રમા અંગેની માહિતી મેળવી શકે છે. એમપી ટૂરિઝમની તમામ પ્રાદેશિક કચેરીઓ અને માર્કેટિંગ ઓફિસમાંથી પણ બુકિંગ કરાવી શકાય છે.

પ્રવાસની વિગતો

જબલપુરથી – યાત્રાની શરૂઆત અમરકંટક, મંડલા, કારેલી, હોશંગાબાદ, હાંડિયા, ઓમકારેશ્વર, બરવાની, રાજપીપળા, કાઠપોર, મીઠી તલાઈ, વડોદરા, ઝાબુઆ, મહેશ્વર, ઉજ્જૈન, સલ્કાનપુર, બડની, જબલપુર થઈને અમરકંટક ખાતે સમાપ્ત થશે.

ઈન્દોર/ભોપાલથી – યાત્રાની શરૂઆત ઉજ્જૈન, ઓમકારેશ્વર, બરવાની, રાજપીપળા, કાઠપોર, મીઠી તલાઈ, ઝાબુઆ, માંડુ, મહેશ્વર, સાલ્કનપુર, ઝાબુઆ, અમરકંટક, મંડલા, કારેલી, હોશંગાબાદ, ઓમકારેશ્વર થઈને ઈન્દોર/ભોપાલ ખાતે સમાપ્ત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.