Western Times News

Gujarati News

એશિયાકપ ચેમ્પિયન શ્રીલંકાને નામિબિયાએ આપી ધોબીપછાડ

૨૦ વર્લ્ડકપની પહેલી જ મેચમાં મેજર અપસેટ-શ્રીલંકાને ૫૫ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો

નવી દિલ્હી,  ક્રિકેટના મહાકુંભ ગણાતા વર્લ્ડકપની શરૂઆત થઈ ચૂકી છે. ક્રિકેટ ચાહકોમાં પણ આ વર્લ્ડકપને લઈ ભારે ઉત્સાહ છે. એમાંય ટીમ ઈન્ડિયાના સમર્થકોનો ઉત્સાહ તો સાતમા આસમાને છે. કારણકે, ટીમ ઈન્ડિયાને સમર્થકોને આશા છેકે, આ વર્લ્ડ કપ ચોક્કસ ભારતીય ટીમ જ જીતશે.

કારણકે, ૧૫ વર્ષ પહેલાં ૨૦૦૭માં જ્યારે ટી૨૦ વર્લ્ડ કપની પહેલી સિઝન રમાઈ હતી ત્યારે ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ જીત્યો હતો. આ વખતે રોહિત શર્મા પાસે પણ ચાહકો એવી જ આશા રાખી રહ્યાં છે.

એવામાં ટી૨૦ની પહેલી જ મેચમાં મોટો ધડાકો થયો છે. નામિબિયાએ ્‌૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨ની પહેલી જ મેચમાં શ્રીલંકાને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. શ્રીલંકાની ટીમ હાલમાં જ એશિયા કપ ૨૦૨૨નો ખિતાબ જીતીને અહીં પહોંચી છે.

આ મેચની શરૂઆતમાં શ્રીલંકાની ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી હતી, પરંતુ નામિબિયાએ અદભૂત પ્રદર્શન કર્યું અને એશિયન ચેમ્પિયનને હરાવીને મોટો અપસેટ સર્જ્‌યો. ક્રિકેટ પંડિતોની નજરમાં શ્રીલંકાની ટીમ જીતની સૌથી મોટી દાવેદાર હતી, પરંતુ નામિબિયાએ બધાને ખોટા સાબિત કરી દીધા.  આ મેચમાં શ્રીલંકાને ૫૫ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા નામિબિયાએ ટોસ હારીને ૧૬૩ રન બનાવ્યા હતા. નામિબિયાએ ૧૫ ઓવર પછી ૬ વિકેટ ગુમાવીને માત્ર ૯૫ રન બનાવ્યા હતા, પરંતુ છેલ્લી ૫ ઓવરમાં ૬૮ રન બનાવીને આખી મેચને ફેરવી નાખી હતી.

આ સાથે જ નામિબિયા એસોસિયેટ ટીમ તરીકે શ્રીલંકા સામે ્‌૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનારી ટીમ બની ગઈ છે. આ પહેલા કોઈ સહયોગી ટીમ શ્રીલંકા સામે ૧૬૦ રનનો આંકડો પાર કરી શકી ન હતી. ૧૬૪ રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાની ટીમ ૧૦૮ રન જ બનાવી શકી હતી.

શ્રીલંકાના ઓપનર પથુમ નિશંકાએ ૯ રને અને કુસલ મેન્ડિસ ૬ રન પર પોતાની વિકેટ ગુમાવી હતી. શ્રીલંકાના કોઈપણ બેટ્‌સમેન ૩૦ રન સુધી પહોંચી શક્યા ન હતા, જ્યારે નામિબિયા માટે જાેન ફ્રીલિંકે ૨૮ બોલમાં ૪૪ રન અને જેજે સ્મિતે અણનમ ૩૧ રન બનાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.