Western Times News

Gujarati News

GST ઇ-ઇનવોઇસ ૨૦૨૦થી લાગૂ થશે

મુંબઈ : જીએસટી વ્યવસ્થાને અમલી કરવામાં આવ્યા બાદ બે વર્ષ પછી સરકાર ટેક્સ ચોરીને રોકવા માટે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ સંદર્ભમાં જાન્યુઆરી ૨૦૨૦ ઇલેક્ટ્રોનિક ઇવોઇસને લાગૂ કરવામાં આવી શકે છે. જીએસટી કાઉÂન્સલની ગોવામાં આયોજિત ૩૭મી બેઠકમાં ઇ-ઇનવોઇસ માટે સ્ટાન્ડર્ડ વ્યવસ્થા લાગૂ કરવાના પ્રસ્તાવને મંજુરી આપી દેવામાં આવી છે. હાલમાં આને લઇને કોઇ વિશેષ નિયમો અથવા તો સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા નથી.

જેના લીધે અલગ અલગ સોફ્ટવેર પોતાનારીતે ઇનવોઇસ તૈયાર કરે છે. સ્ટાન્ડર્ડ ઇ-ઇનવોઇસની મદદથી ટેક્સ ચોરી પર અંકુશ મુકવામાં આવી શકે છે. જીએસટીએમ તરફથી આને લઇને કહેવામાં આવ્યું છે કે, નવા સિસ્ટમથી કરદાતાઓને કોઇપણ પ્રકારની તકલીફ થશે નહીં.

વેપારી પોતાના તમામ કામ એવી જ રીતે કરતા રહેશે જેમ અગાઉ પણ કરતા હતા પરંતુ સ્ટાન્ડર્ડ સોફ્ટવેરની મદદથી ડેટા શેરિંગની પ્રક્રિયા શરળ થઇ જશે. જીએસટીએન તરફથી કહેવામાં આવ્યું છે કે, તે નાના કરદાતાઓને મફતમાં એકાઉન્ટિંગ અને બિલિંગ સોફ્ટવેર આપશે જેનાથી આવનાર દિવસોમાં જીએસટી ઇકો સિસ્ટમ પૂર્ણરીતે ઓનલાઈન થઇ જશે. દરેક ઇલેક્ટ્રોનિક ઇનવોઇસ પર એક ખાસ નંબર આપવામાં આવશે. મોડેથી તેને સેલ્સ રિટર્નમાં દર્શાવવામાં આવેલા ઇનવોઇસથી કરવામાં આવશે. જીએસટીએમ આ વિકલ્પ પર વિચારણા કરી રહી છે કે, ઇલેક્ટ્રોનિક ઇનવોઇસ કાઢી નાંખવાની ફરજિયાત બાબતને મૂલ્યની દ્રષ્ટિથી નહીં બલ્કે ટર્નઓવરની મર્યાદાના આધાર નક્કી કરવાની જરૂર છે.

જા આવું નહીં કરવામાં આવે તો કંપનીઓ એક બિલને નાના-નાના બિલમાં વિભાજિત કરી દેશે અને ટેક્સમાં ચોરી કરશે. વર્તમાનમાં ૫૦૦૦૦થી વધારે ટ્રાન્ઝિકેશન  પર ઇ-બિલ કાઢવાની બાબત ફરજિયાત રહે છે. ઇલેક્ટ્રોનિક ઇનવોઇસની વ્યવસ્થા લાગૂ થઇ ગયા બાદ વેપારીઓને ટેક્સ રિટર્ન દાખલ કરવાની પણ કોઇ તકલીફ પડશે નહીં.

વેબસાઇટ પર જઇને રિટર્ન ફાઇલ કરી શકશે તે ગાળા દરમિયાન સંબંધિત ઇનપુટ ડેટા તેમની પાસે રહેશે. આનાથી ટેક્સ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી વધારે સરળ બની જશે. ઇનવોઇસથી નાના કારોબારીઓને ખુબ ફાયદા થનાર છે. જાન્યુઆરી ૨૦૨૦થી ઇલેક્ટ્રોનિક ઇનવોઇસને લાગૂ કરી દેવામાં આવશે. આને લઇને જુદા જુદા સોફ્ટવેર પર કામ ચાલી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.