Western Times News

Gujarati News

અપકમિંગ બોલિવૂડ ફિલ્મ ઊંચાઈનું ટ્રેલર રિલીઝ

મુંબઈ, ફિલ્મમેકર સૂરજ બડજાત્યાની અપકમિંગ બોલિવૂડ ફિલ્મ ઊંચાઈનું ટ્રેલર આવી ગયું છે. ‘ઊંચાઈ’ ફિલ્મમાં એક્ટર અમિતાભ બચ્ચન, પરિણીતિ ચોપરા, અનુપમ ખેર, બોમન ઈરાની, ડેની, નીના ગુપ્તા અને સારિકા મુખ્ય રોલમાં જાેવા મળશે. ‘ઊંચાઈ’માં મ્યુઝિક અમિત ત્રિવેદીએ કમ્પોઝ કર્યું છે જ્યારે રાજશ્રી પ્રોડક્શન્સે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે.

તારીખ ૧૧ નવેમ્બર, ૨૦૨૨ના દિવસે ‘ઊંચાઈ’ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે. ‘ઊંચાઈ’ ફિલ્મમાં માઉન્ટ એવરેસ્ટ પહાડ પર જવાની વાર્તા છે. જ્યારે વૃદ્ધ મિત્રો ભેગા મળીને માઉન્ટ એવરેસ્ટ ચડવાનું પ્લાનિંગ કરે છે તેની વાર્તા ‘ઊંચાઈ’ ફિલ્મમાં જાેવા મળશે.

એક્ટર અમિતાભ બચ્ચન, રશ્મિકા મંદાના અને નીના ગુપ્તાની ફિલ્મ ‘ગૂડબાય’થી એક્ટ્રેસ રશ્મિકા મંદાના બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે કે જેમાં તે મહાનાયક અમિતાભ બચ્ચન સાથે જાેવા મળી છે. ‘ગૂડબાય’ના લેખક અને ડિરેક્ટર વિકાસ બહલ છે જ્યારે પ્રોડ્યુસર એકતા કપૂર છે.

‘ગૂડબાય’નું મ્યુઝિક અમિત ત્રિવેદીએ આપ્યું છે, આ ફિલ્મ તારીખ ૭ ઓક્ટોબર, ૨૦૨૨ના દિવસે રિલીઝ થઈ છે. ‘ગૂડબાય’ ફિલ્મમાં રશ્મિકા મંદાનાના પિતાના રોલમાં એક્ટર અમિતાભ બચ્ચન જ્યારે માતાના રોલમાં એક્ટ્રેસ નીના ગુપ્તા છે.

‘ગૂડબાય’માં એક્ટર સુનીલ ગ્રોવર, એલી અવરામ, પવેલ ગુલાટી સહિતના સ્ટાર્સ જાેવા મળી રહ્યા છે. સચ પેડ કે બીજ કી તરફ હોતા હૈ, જિતના ભી ચાહે દફના લો, એક દિન વો બહાર આ હી જાતા હૈ, આ ડાયલોગ છે દ્રશ્યમ ૨ના વિજય સલગાંવકર ઉર્ફે અજય દેવગણનો. દ્રશ્યમ ફિલ્મ જ્યાંથી ખતમ થઈ હતી ત્યાંથી જ ‘દ્રશ્યમ ૨’ની શરૂઆત થશે તેમ લાગી રહ્યું છે.

અજય દેવગણ, શ્રિયા સરણ, તબ્બુ, ઈશિતા દત્તા સ્ટારર ફિલ્મનું ટ્રેલર સામે આવી ગયું છે. ‘દ્રશ્યમ’ રિલીઝ થયાના સાત વર્ષ બાદ સીક્વલ થિયેયરમાં આવવાની છે. ઘટનાના સાત વર્ષ બાદ પણ ‘મીરા દેશમુખ’નો (તબ્બુ) દીકરો ‘સેમ’ ગુમ થયો હોવાનો કેસ હજી ચાલું છે.

એકવાર ફરી વિજય અને તેનો પરિવાર પોલીસની જાળમાં ફસાતો જાેવા મળશે. પહેલા ભાગમાં જબરદસ્ત સસ્પેન્સ જાેવા મળ્યું હતું અને દર્શકો બીજા ભાગની રાહ જાેઈ રહ્યા હતા, જે નવેમ્બરમાં રિલીઝ થવાની છે. ટ્રેલર તમને શરૂઆતથી અંત સુધી જાેવા માટે મજબૂર કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.