Western Times News

Gujarati News

સૈફ અલી ખાને માતા શર્મિલા ટાગોરને ગણાવ્યા પ્રેરણામૂર્તિ

મુંબઈ, પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોર હાલમાં જ એક સિંગિંગ રિયાલિટી શોના મહેમાન બન્યા હતા. આ દરમિયાન દીકરા સૈફ અલી ખાને તેમની અત્યારસુધીની ઉપલબ્ધિઓ પર અભિનંદન પાઠવતો એક મેસેજ વીડિયો દ્વારા શેર કર્યો હતો. જેમાં તેણે તમામ વર્કિગ વુમન માટે તેમને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા. સાથે જ કામ કરતી મહિલાઓનું સન્માન કરવાનું શીખવવા માટે માતાના વખાણ કર્યા હતા.

વીડિયોમાં વધુમાં તેણે કહ્યું હતું ‘પ્રમાણ અમ્મા, આજે હું દરેકને કહેવા માગું છું કે, તમે બધા માટે પ્રેરણાસ્ત્રોત છો, ખાસ કરીને તમારા બાળકો માટે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમે ૬૦ વર્ષ પૂરા કર્યા છે. ઘણું કામ કર્યું હોવા છતાં, તમે ક્યારેય પણ અમારા જીવન અથવા ઘરમાં તમારી ખોટ સાલવા દીધી નહોતી.

તમે હંમેશા અદ્દભુત વર્ક-લાઈફ બેલેન્સ જાળવ્યું હતું. તમે હંમેશા અમારા તેમજ વર્કિંગ વુમન માટે પ્રેરણારૂપ રહ્યા છે. તમે હંમેશા સ્ટિરિયોટાઈપ તોડ્યા છે.

વધુમાં એક્ટરે કહ્યું હતું કે ‘બાળકોના જન્મ બાદ પણ તમે ફિલ્મોમાં કામ કરવાનું યથાવત્‌ રાખ્યું હતું અને કરિયરમાં આરાધના, અમર પ્રેમ, ચુપકે ચુપકે સહિતની ઘણી હિટ ફિલ્મો આપી હતી.

તમે અમને મહિલાઓ પ્રત્યે આદર કરતાં શીખવ્યું છે’. આ સાથે તેણે ઉમેર્યું હતું કે ‘તેથી જ આજે હું ઘરે બેસીને તૈમુરનું ધ્યાન રાખી શકું છું અને કરીના લંડનમાં તેની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. વહુ કરીના કપૂરે પણ શર્મિલા ટાગોર માટે વીડિયો મેસેજ શેર કર્યો હતો.

જેમાં તેણે કહ્યું હતું કે ‘હું તેમના વિશે ગમે એટલું કહી લઉ તે પૂરતું નહીં હોય. જ્યારે અમે સાથે હોઈએ ત્યારે મારા મગજમાં હંમેશા બે જ શબ્દો આવે છે- પ્રેમ અને એકતા. તેઓ એવા વ્યક્તિ છે જેઓ દરેક રૂપમાં મજબૂત છે. તે પછી તેમના મિત્રો હોય, પરિવારની સાથે હોય, બાળકો હોય અથવા તૈમૂર અને જેહ, સારા અને ઈબ્રાહિમ અલી ખાન. તેઓ હકીકતમાં આ પરિવારના આધારસ્તંભ છે.

અમે તેમની છત્રછાયામાં છીએ તે માટે પોતાને ભાગ્યશાળી માનીએ છીએ, હું તમને ખૂબ પ્રેમ કરું છું, તમારું ખૂબ સન્માન કરું છું’. વર્ક ફ્રંટની વાત કરીએ તો, સૈફ અલી ખાનની પ્રભાસ, ક્રીતિ સેનન અને સની સિંહ સાથેની ફિલ્મ ‘આદીપુરુષ’ની રિલીઝની રાહ જાેવાઈ રહી છે.

છેલ્લે તે હૃતિક રોશન સાથે ફિલ્મ ‘વિક્રમ વેધા’માં જાેવા મળ્યો હતો. તો બીજી તરફ, કરીના કપૂર ફિલ્મમેકર હંસલ મહેતા અને એકતા કપૂરના અપકમિંગ પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તે સુજાેય ઘોષની ફિલ્મ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્સ એક્સ’માં વિજય વર્મા અને જયદીપ અહલાવતમાં દેખાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.