Western Times News

Gujarati News

પૈસા માંગનારી બાળકીને અભિનેત્રી કાજોલે દૂર ભગાડી

મુંબઈ, બોલીવુડની સૌથી ટેલેન્ટેડ એક્ટ્રેસીસમાંથી એક કાજાેલ ખૂબ જ સેંસેટિવ છે. તે ઘણીવાર જરૂરિયાતમંદોની મદદ કરતી પણ જાેવા મળી છે.

જાે કે ક્યારેક રસ્તા પર વારંવાર આવી રીતે પૈસા માંગનારા બાળકોથી તે કંટાળી જાય છે. કંઇક આવો જ મામલો હાલમાં જ જાેવા મળ્યો હતો, જ્યારે કાજાેલ એક શૉપમાંથી બહાર નીકળી રહી હતી. દિવાળી પહેલા કાજાેલ શૉપિંગ માટે નીકળી હતી, વ્હાઇટ જેકેટ અને ચોકલેટી લેધર પેન્ટમાં કાજાેલ ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી. તેણે પોતાના લુકને વ્હાઇટ ગોગલ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો.

કાજાેલ એક હેન્ડ બેગમાં શૉપિંગનો સામાન લઇને બહાર નીકળી. તેના એક હાથમાં મોબાઇલ હતો. અજય દેવગણની વાઇફ જેવી શૉપમાંથી બહાર નીકળી, એક ભીખ માંગનારી બાળકી તેની પાસે પૈસા માંગવા લાગી. આ દરમિયાન કાજાેલે તેને હટાવવાનો પણ ઘણો પ્રયાસ કર્યો. પરંતુ બાળકીએ કાજાેલનો પીછો ન છોડ્યો. તે બાદ એક્ટ્રેસ પોતાની કારમાં બેસી ગઇ.

આ દરમિયાન બાળકી તેની પાસે પૈસા માંગી રહી હતી. તે બાદ કાજાેલે પર્સ કાઢીને ચિલ્લર શોધી. પર્સમાંથી કેટલાંક રૂપિયા કાઢ્યા. ઘણીવાર તે આ રૂપિયા ગણતી રહી અને કંઇક હિસાબ લગાવતી રહી, તે બાદ તેણે કારનો ડોર ખોલીને બાળકીને પૈસા આપ્યા, તે બાદ એક બાળક ત્યાં આવી ગયો. તે પણ એક્ટ્રેસ પાસે પૈસા માંગવા લાગ્યો.

જાે કે એક્ટ્રેસે થોડીવાર તેને ઇગ્નોર કરી દીધો. જાે કે કાજાેલે બાળકીની ડિમાન્ડ પૂરી કરી, એક્ટ્રેસ રસ્તા પર વધુ સમય સુધી ઉભી રહેવા માગતી ન હતી. જ્યારે તે કારમાં બેસી ગઇ, ત્યારે તેણે બાળકીને પૈસા આપ્યા. જાે કે પૈસા મળ્યા બાદ બાળકી ખુશી-ખુશી ત્યાંથી ચાલી ગઇ. તેવામાં બીજા બાળકો પણ પૈસા મળશે તેવી આશાએ ત્યાં પહોંચી ગયા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.