Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કેન્દ્રના આ મંત્રીને અમેરિકાના મેરેલેન્ડ સ્ટેટના ગવર્નર લેરી હેગન દ્વારા ગવર્નર્સ સિટિઝન તરીકેનું આપેલું બહુમાન

બહુમાન કરતું પ્રોકલેશન સન્માન પત્ર મેરેલેન્ડ સ્ટેટના ગવર્નરના પ્રતિનિધિ તરીકે કમિશનર શરદભાઈ દોશીએ અર્પણ કર્યું ‌

અમેરિકાના મેરેલેન્ડ સ્ટેટના ગવર્નર લેરી હેગન દ્વારા કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણને ગવર્નર્સ સિટિઝન તરીકેનું વિશેષ બહુમાન કરતું પ્રોક્લેશન -સન્માનપત્ર મોકલવામાં આવ્યું હતું.. મેરેલેન્ડ સ્ટેટના ગવર્નરના પ્રતિનિધિ તરીકે કમિશનર શરદભાઈ દોશીએ સાંસદ કેન્દ્ર,નડિયાદ મુકામે પહોંચી કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને વિશેષ સન્માનપત્ર અર્પણ કર્યું હતું.

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની જન પ્રતિનિધિ તરીકેની સેવાઓ અને નોંધપાત્ર પ્રદાનને ધ્યાનમાં લઈ આ વિશેષ બહુમાનપત્ર એનાયત કરાયું હતું. કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે પણ શરદભાઈ દોશીનેસરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા..(.સ્ટેચ્યુ ઓફ યુનિટી..) અર્પણ કરી હતી.

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers