Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રાજ્યના 7.71 શ્રમયોગીઓને  956 કરોડ રૂપિયાનું બોનસ જાહેર કરાયું

શ્રમ આયુકત કચેરી, ગાંધીનગર દ્વારા આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યના શ્રમયોગીઓને વર્ષ ૨૦૨૧-૨૨ ના વર્ષના બોનસની રકમ સમયસર મળી રહે અને કોઇ મુશ્કેલી ઊભી ન થાય તે માટે શ્રમ આયુકતની કચેરી,ગાંધીનગર દ્વારા આગોતરી કાર્યવાહી હાથ ધરાયા હતા.

જેના પરિણામે રાજ્યના ઔધોગિક એકમો-સંસ્થાઓ દ્વારા દિવાળી પૂર્વે રાજયના ૭ લાખ ૭૧ હજાર ૫૪૪ શ્રમયોગીઓને રૂ. ૯૫૬ કરોડ ૪૧ લાખ રૂપિયાની રકમ બોનસ તરીકે ચુકવણી કરવામાં આવી રહી છે એમ નાયબ શ્રમ આયુક્ત દ્વારા જણાવવામાં આવ્યું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers