Western Times News

Gujarati News

વ્હોટસએપ ક્રેશ થવાનું કારણ સાયબર એટેક નથી? આ કારણ છે જાણો

નવી દિલ્‍હી: મંગળવારે સવારે 11 વાગ્યાથી મેસેજીંગ એપ વ્હોટસએપની સેવા ખોરવાઈ ગઇ છે. જેમાં મેસેજ સેન્ડીંગમાં સમસ્યા થઈ રહી છે. તેમજ મેસેજ સેન્ડ કર્યા બાદ ડબલ ટીક આવતું ન હતું.

જેના કારણે યુસર્સ એપ્લકેશન બંધ કરી ચાલુ કરી રહ્યા હતા, તેમજ મોબાઈલ ડેટા અને વાઈફાઈ ઓન ઓફ કરી ચેક કર્યુ હતું પરંતુ છતાં પણ મેસેજમાં ડબલ ટીક ન આવતાં કંઈક એપમાં તકલીફ જેવું લાગ્યુ હતું.  It’s not just your phone — WhatsApp is down for many users. The app said on Tuesday morning that it was working to restore service as quickly as possible.

વિશ્વમાં ફેસબુકના 2.85 અબજ એક્ટિવ યુઝર છે. જ્યારે વોટ્સઅપના 2 અબજ અને ઈન્સ્ટાગ્રામના 1.38 અબજ યુઝર છે. જેમાં દિવાળીના તહેવારમાં વ્હોટસપ બંધ થતા લોકો પરેશાન થયા છે. મેસેજ સેન્ડીંગમાં સમસ્યા સર્જાતા લોકોએ ટ્વિટ કરી માર્ક ઝુકરબર્કની ઠેકડી ઉડાવી છે. તથા ઘણા લોકોએ મીમ બનાવી વ્હોટસના માલિકની મજાક ઉડાવી રહ્યા છે.

સાયબર એક્સપર્ટ સાથે વાતચીતમાં જાણવાં મળ્યુ હતું કે ડીએનએસ (DNS) સર્વરની ખામીને કારણે આ સમસ્યા થઈ છે. આ કોઈ સાયબર એેટેક નથી પરંતુ ડોમેઈન નેમ સર્વિસ (DNS) ખોટકાઈ જતાં આ સમસ્યા છે. જે બે થી ત્રણ કલાકના ગાળામાં તેનું સમાધાન થઈ જશે. આ અંગે મેટા કંપનીએ જણાવ્યું હતું કે, સર્વિસ ટૂંક જ સમયમાં રીસ્ટોર થઈ જશે, અમે આ સમસ્યા પર કામ કરી રહ્યા છીએ.

ડાઉનડિટેક્ટર વેબસાઇટે WhatsApp સેવામાં વિક્ષેપની 50,000 થી વધુ ફરિયાદો નોંધી છે. યુઝર્સે મેસેજિંગ એપ પર મેસેજ મોકલવા કે રિસીવ કરવામાં સક્ષમ ન હોવાની ફરિયાદ કરી હતી. વોટ્સએપ અનુસાર, પ્લેટફોર્મ દ્વારા દરરોજ 5.5 બિલિયન અનએન્ક્રિપ્ટેડ SMS મોકલવામાં આવે છે. વોટ્સએપ વેબ સર્વિસ પણ – ડેસ્કટોપ માટેની મેસેજ સર્વિસ – પણ કામ કરી રહી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.