Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં રાજ્યપાલે ખુબ ઉતાવળમાં કામ કર્યું : કોંગ્રેસ

મુંબઈ : કોંગ્રેસ પાર્ટીએ આજે કહ્યું હતું કે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ સરકારની રચના કરવા માટે તમામ વિકલ્પોને ચકાસ્યા વગર મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ભલામણ કરતો તેમનો અહેવાલ મોકલવામાં ખુબ ઉતાવળ કરી હતી. શિવસેનાને સોમવારના દિવસે સરકારની રચના કરવાના તેના પ્રયાસોને મોટી પીછેહઠ સાંપડી હતી. કારણ કે, રાજ્યપાલે વધારે સમય આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

કોંગ્રેસ પાર્ટીએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યા બાદ સ્થિતિ  વધારે જટિલ બની ગઈ છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા સચિન સાવંતે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું છે કે, રાજ્યપાલે એનસીપીને આજે ૮.૩૦ વાગ્યાનો સમય આપ્યો હતો પરંતુ તે પહેલા જ રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું છે.

સરકાર રચવાની તક એનસીપીને આપવામાં આવી હતી પરંતુ રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ભલામણ રાષ્ટ્રપતિને પણ મોકલી દીધી હતી. તમામ વિકલ્પોની ચકાસણી કર્યા વગર જે રીતે ઉતાવળમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું છે તે બાબત વખોડવા પાત્ર છે. તેમણે એમ પણ કહ્યું છે કે, આને લઇને અનેક પ્રશ્નો ઉભા થાય છે. રાજ્યપાલની નિષ્પક્ષતાને લઇને પ્રશ્નો ઉભા થાય છે.

ઉપરાંત રાજ્યપાલ દબાણ હેઠળ કામ કરી રહ્યા છે કે કેમ તે પણ પ્રશ્ન ઉભા થાય છે. અન્ય કોંગ્રેસી નેતા જે ૧૩મી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે હતા તેમણે કહ્યું છે કે, રાજ્ય વિધાનસભાની અવધિ નવમી નવેમ્બરના દિવસે પૂર્ણ થઇ ચુકી છે. સરકારની રચના કરવાના પ્રયાસોને રોકવામાં આવી રહ્યા હતા. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ દર્શાવ્યું હતું કે, તેમની પાસે ૧૪૪થી વધુ ધારાસભ્યો રહેલા છે તેમ છતાં રાજ્યપાલે સરકારની રચના કરવા માટે આમંત્રણ આપ્યું ન હતું.

કોંગ્રેસી નેતા સુશીલકુમાર શિંદેએ કહ્યું છે કે, ટેકાના પત્રો એક વખતે અમારી પાસે આવી ગયા બાદ રાષ્ટ્રપતિ શાસનને ઉઠાવી શકાય છે. વિવાદ પર સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે સર્વસંમંતિથી અથવા તો ૫-૦થી આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો. સાથે સાથે સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાન અને સુન્ની વક્ફ બોર્ડને જ પક્ષકાર તરીકે ગણ્યા હતા.

ટોપની કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા વિવાદાસ્પદ જમીનને ત્રણ હિસ્સામાં વિભાજિત કરવાના નિર્ણયમાં પણ સુધારો કર્યો હતો. આખરે સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે સુન્ની વક્ફ બોર્ડને કોઇ અન્યત્ર જગ્યાએ પાંચ એકર જમીન આપવામાં આવશે. સાથે સાથે કોર્ટે આદેશ કર્યો હતો કે કેન્દ્ર સરકાર મંદિર નિર્માણ માટે ત્રણ મહિનાનના ગાળામાં એક ટ્‌સ્ટ્રની રચના કરે.

આ ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પ્રતિનિધીત્વ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. ભરચક ભરેલા કોર્ટ રૂમ નંબર એકમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ આશરે ૪૫ મિનિટ સુધી એક એક કરીને ચુકાદો વાંચ્યો હતો. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે આખરે ૨.૭૭ એકર જમીનની માલિકી હક રામલલા વિરાજમાનને આપી દીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.