Western Times News

Gujarati News

પૃથ્વીની અત્યંત નજીકમાંથી ઉલ્કાપીંડ પસાર થશે

નવી દિલ્હી, પૃથ્વીથી અત્યંત નજીક એક વિશાળ એસ્ટેરોઈડ પસાર થવાનો છે. નાસાના જણાવ્યા અનુસાર, તેની લંબાઈ દુનિયાની સૌથી ઊંચી બિલ્ડીંગ બુર્જ ખલીફા જેટલી છે.નાસાએ તેને સંભવિત રીતે ખતરનાક બતાવ્યું છે. આ એસ્ટેરોઈડનું નામ ૨૦૨૨ ઇસ્૪ છે.

આ ૧ નવેમ્બરના રોજ પૃથ્વીની નજીકથી પસાર થશે. નાસાના સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝ અનુસાર, આ એસ્ટેરોઈડનું અનુમાનિત વ્યાસ ૩૩૦ અને ૭૪૦ મીટરની વચ્ચે અથવા ૨૪૦૦ ફુટથી વધારે છે. આમ જાેવા જઈએ તો, વાસ્તવિક અંતર પૃથ્વી-ચંદ્રનું અંતર છ ગણું વધારે હશે, જે કદાચ બહુ નજીક લાગે.આખરે ચંદ્ર પૃથ્વીથી સરેરાશ ૨૩૮,૮૫૫ માઈલ/૩૮૪,૪૦૦ કિમી દૂર છે.

એટલા માટે ૨૦૦૨ આરએમ ૪ પોતાના નજીકના બિંદુ પર લગભગ ૧.૫ મિલિયન માઈલ/૨.૪ મિલિયન કિમી દૂર હશે. આપને જણાવી દઈએ કે, એસ્ટેરોયડને ઉલ્કાપિંડ પણ કહેવાય છે. એસ્ટેરોયડને કોઈ ગ્રહ અથવા તારાના તૂટેલા ટુકડા માનવામાં આવે છે. તે ખાસ કરીને સૂર્યની ચારે તરફથી સીધી કક્ષામાં આવે છે.

ખગોળવીદ દ્વારા ઉલ્કાપીંડ ૨૦૦૨ ઇસ્૪ નું અનુમાન ૩૬૦-૮૦૯ ગજ/૩૩૦-૭૪૦ મીટર પહોંળાઈની વચ્ચે લગાવ્યો છે. તે એટલો ફેલાયેલો હોય શકે છે કે, જે દુનિયાની સૌથી ઊંચી ઈમારત છે. લાઈવસાયન્સના જણાવ્યા અનુસાર, તે લગભગ ૫૨,૫૦૦ માઈલ પ્રતિ કલાકની સ્પિડથી પસાર થશે.

કોઈ પણ અંતરિક્ષ વસ્તુ જે પૃથ્વીના ૧૨૦ મિલિયન માઈલના દાયરામાં આવે છે, તેને પૃથ્વીની નજીકની વસ્તુ માનવામાં આવે છે. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ હવાઈના હલીકાલામાં પૈન સ્ટારઆરએસ ૨ ટેલીસ્કોપમાં ખગોળવીદોએ ૨૦૨૨ આરએમ ૪ની શોધ કરી હતી.

તેને નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી દ્વારા નિયર અર્થ ઓપ્જેક્ટ એક અપોલો પ્રકારની વસ્તુ અને એક સંભવિત ખતરનાક ઉલ્કા તરીકે વર્ગીકૃત કર્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.