Western Times News

Gujarati News

ડ્રગ્સની હેરાફેરીના આરોપમાં લખનૌના વેપારીની ધરપકડ

લખનૌ, ૧૪ ઓક્ટોબરે આલ્બેનિયાની રાજધાની તિરાનામાં લખનૌના ૩૧ વર્ષીય કાપડના વેપારીની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સની હેરફેર કરવાના આરોપમાં પકડાયેલો વેપારી ‘ખોટી ઓળખ’નો ભોગ બન્યો હોઈ શકે છે અને હાલ તે યુએસમાં સંભવિત પ્રત્યાર્પણની રાહ જાેઈ રહ્યો છે, તેમ યુકેના માનવ અધિકારના વકીલ હરજાેત સિંહે રવિવારે જણાવ્યું.

કથિત રીતે આલ્બેનિયાના સત્તાધીશોએ પખવાડિયા સુધી વેપારી ક્યાં છે તેની જાણકારી તેના પરિવાર અને ભારતીય દૂતાવાસથી છુપી રાખી હતી.

૧૫ ઓક્ટોબરે આલ્બેલિયન ડેઈલી ન્યૂઝમાં અહેવાલ છપાયો હતો કે, તિરાનાથી ૨૦ કિલોમીટર દૂર આવેલા રિનાસમાં એક ભારતીયની ધરપકડ કરવામાં આવી છે. એક ઓનલાઈન ન્યૂઝ રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ હતો અને તેના આધારે જ નીતિન મિશ્રાના પરિવારને આ કેસની જાણકારી મળી હતી.

મીડિયા રિપોર્ટમાં ઉલ્લેખ હતો કે, યુએસ ડ્રગ એનફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા કેટલાય વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા અને બે રેડ કોર્નર નોટિસ પણ નીતિન મિશ્રા સામે બહાર પાડવામાં આવી હતી. ત્યાર પછી આલ્બેલિયન પોલીસે પગલાં ભર્યા હતા. ૧૮ ઓક્ટોબરે આ બિઝનેસમેન પોતાની પહેલી વિદેશ યાત્રા પરથી પરત આવવાનો હતો.

પરંતુ તેની સાથે સંપર્ક તૂટ્યાના અઠવાડિયા પહેલા ૨૧ ઓક્ટોબરે તેણે લખનૌના રાજાજીપુરમમાં રહેતા પિતાને ફોન કરી ટૂંકી વાત કરી હતી, તેમ પરિવારે જણાવ્યું. અગમ્ય કારણોસર તેને ડિટેન કરાયો હોવાની વાત હજી તે કરતો હતો ત્યાં જ ફોન કપાઈ ગયો હતો.

બસ તે પછીથી મિશ્રા પરિવારનો નીતિન સાથે કોઈ વાતચીત નહોતી થઈ અને સંપર્ક કરવાના કેટલાય પ્રયત્નો છતાં આલ્બેલિયન સત્તાધીશો તરફથી પણ કોઈ માહિતી મળી નહોતી.

“મારો દીકરો પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ છે. તેની લોકલ રેડીમેડ ગાર્મેન્ટની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે તે ૧૨ ઓક્ટોબરે વાયા દુબઈથી તિરાના ગયો હતો. મારો ફાસ્ટફૂડનો બિઝનેસ મહામારી દરમિયાન બંધ થઈ ગયો.

મારી પત્નીને કેન્સર છે અને હવે મારા દીકરા સાથે આુવું થયું, નીતિનની ધરપકડના અહેવાલ વાંચ્યા પછી તેના પરિવારે વકીલ વિવેક રાયનો સંપર્ક કર્યો હતો અને તેમણે યુકેમાં રહેતા એડવોકેટ હરજાેત સિંહ સાથે ઓળખાણ કરાવી આપી હતી. ભારતીયો સાથે જાેડાયેલા કેટલાય કેસ હરજાેત સિંહ લડી ચૂક્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.