Western Times News

Gujarati News

હંસિકાની ૨ ડિસેમ્બરથી થશે પ્રી-વેડિંગ ફંક્શનની શરૂઆત

મુંબઈ, સાઉથ અને બોલિવુડ એક્ટ્રેસ હંસિકા મોટવાણી છેલ્લા ૧૫ દિવસથી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તે ડિસેમ્બરમાં દુલ્હન બનવાની હોવાના રિપોર્ટ્‌સ હતા. આટલું જ નહીં તેના લગ્ન રાજસ્થાનના જયપુરમાં આવેલા ૪૫૦ વર્ષ જૂના મુંડોતા કિલ્લામાં થવાના હોવાનું તેમાં ઉમેરવામાં આવ્યું હતું. તે કોની સાથે લગ્ન કરવાની છે તેની માહિતી એ વખતે આપવામાં આવી નહોતી.

જાે કે, તેના મનનો માણિગર કોણ છે, તે અંગે ખુલાસો થઈ ગયો છે. લેટેસ્ટ ખબર પ્રમાણે હંસિકા મોટવાણી સોહેલ કથુરિયા સાથે રિલેશનશિપમાં છે, જે મુંબઈનો બિઝનેસમેન છે. ડેટ કરવાનું શરૂ કર્યું તે પહેલા તેઓ ક્લોઝ ફ્રેન્ડ્‌સ હતા.

આ સિવાય હંસિકા અને સોહેલ એક કંપનીમાં પાર્ટનર પણ છે. રિપોર્ટ પ્રમાણે, હંસિકા મોટવાણી અને સોહેલ કથુરિયાના વેડિંગ ફંક્શન ૨ ડિસેમ્બરે શરૂ થશે અને ૪ ડિસેમ્બરે લગ્ન સાથે પૂરા થશે. લવબર્ડ્‌સના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને અંગત મિત્રોને જ આમંત્રિત કરવામાં આવ્યા છે. ૨ ડિસેમ્બરે સુફી નાઈટનું આયોજન કરવામાં આવશે, તેના બીજા દિવસે મહેંદી અને સંગીત ફંક્શન છે.

૪ ડિસેમ્બરે સવારે હલ્દી થશે અને સાંજે હંસિકા અને સોહેલ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડમાંથી પતિ-પત્ની બની જશે. લગ્નના તમામ ફંક્શનનો ડ્રેસ કોડ પેસ્ટલ કલર પર આધારિત હશે, તેવું પણ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. હંસિકા મોટવાણી કે તેના પરિવારના કોઈ પણ સભ્યએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જયપુરના આ કિલ્લામાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

લગ્નમાં જનારા મહેમાનોનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવશે તેવી માહિતી પણ મળી છે. હંસિકા મોટવાણીના કરિયરની વાત કરીએ તો, તેણે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે એક્ટિંગની શરૂઆત કરી હતી. તે પોપ્યુલર ટીવી સીરિયલ શાકા લાકા બૂમ બૂમ, ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી તેમજ સોન પરી સહિતના શોમાં કામ કરી ચૂકી છે.

તે હૃતિક રોશન સાથે ફિલ્મ ‘કોઈ મિલ ગયા’માં પણ જાેવા મળી હતી. આ સિવાય એક્ટ્રેસ આપકા સુરુર, મની હૈ તો હની હૈ સહિતની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. હાલ, તે બોલિવુડથી દૂર છે અને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રીતે કામ કરી રહી છે. હંસિકા મોટવાણી અત્યારસુધીમાં કુલ મળીને ૫૦ ફિલ્મો કરી ચૂકી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.