Western Times News

Gujarati News

બાપુનગરમાં દારૂના અડ્ડા પર વિજીલન્સનો દરોડોઃપપ૦ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

(એજન્સી) અમદાવાદ, નરોડા ટોલનાકા નજીકથી દારૂ ભરેલી ટ્રક પીસીબીએ ઝડપી લીધી હતી. તેના બીજા દિવસેે જ સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએે બાપુનગરમાં જાહેરમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડો પાડીનેે પપ૦ વિલાયતી દારૂની બોટલો સાથેે એક શખ્સને ઝડપી લીધો હતો. તપાસમાં એવું બહાર આવ્યુ હતુ કે દારૂ વેચવા માટે રોજના રૂા.૭૦૦ પગારે એક માણસન પણ રાખ્યો હતો. અને તમામ હિસાબકિતાબ રાખવા માટે એક એકાઉન્ટન્ટ પણ રાખવામાં આવ્યો હતો. સમગ્ર પ્રકરણની તપાસ ચાલી રહી છે.

તપાસ દરમ્યાન ચોંકાવનારા ખુલાસા સામ આવે એવી સંભાવના જાેવા મળી રહી છે. ગુજરાતમાં માત્ર કહેવાતુ જ દારૂબંધી છે. બાકી ગમે ત્‌ સ્થળે જાવ તો જાેઈએ એટલી માત્રામાં દારૂ તમે મળી રહેશે. દારૂબંધી તો માત્ર કાગળ પર જ હોવાનું લોકો માની રહ્યા છે. અને વધારામાં પૂરૂ રોજનુૃ ‘ભરણ’ પોલીસને મળતુ હોવાથી પોલીસવાળા પણ આંખઆડા કાન કરી સાથ આપતા હોવાનુૃ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.આવો એક જ એક કિસ્સોં બાપુનગરનો સામે આવ્યો છે. બાપુનગરમાં દારૂ જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે.

થોડા સમય પહેલાં સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓ એ જાહેરમાં ચાલતા જુગાર ધામ પર દરોડા પાડીને જુગારીઓને ઝડપી લીધા હતા.ત્યારબાદ પણ સ્થાનિક વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરીયાને બાતમી મળી હતી કે બાપનગર બજરંંગ સોસાયટી પાછળ જાહેરમાં દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે. અધિકારીઓએે રમેશ વણઝારાને પપ૦ વિલાયતી દારૂની બોટલો સાથે ઝડપી લીધો હતો.

વધુમાં પૂછપરછ કરતાં એવી વિગતો બહાર આવવા પામી હતી કે રમેશ વણઝારાને દારૂ વેચવા માટે રોજના ૭૦૦ના પગારે રાખવામાં આવ્યો હતો. આ દારૂનુૃ સ્ટેન્ડ સ્થાનિક વિસ્તારનો તિલક પટેલ ચલાવતો હતો. અને દારૂના તમામ વેપારનો હિસાબકિતાબ રાખવા એક એકાઉન્ટન્ટને પણ રાખવામાં આવ્યો હતો. તપાસ દરમ્યાન હજુ ઘણી ચોંકાવનારી વિગતો ખુલે એવી શક્યતાઓ છે. બાપુનગરમાં જાહેરમાં દારૂ અને જુગારના અડ્ડા હોવાની અનેક ફરીયાદ પોલીસ કમિશ્નર કચેરી સુધી પહોંચી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.