Western Times News

Gujarati News

એલન મસ્કે ટિ્‌વટર બોર્ડના બધા ડાયરેક્ટરોને હટાવ્યા, પોતાના હાથમાં કમાન લીધી

નવીદિલ્હી, દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટરના નવા માલિક બન્યા બાદ ઝડપથી ર્નિણયો લઈ રહ્યાં છે. કંપનીએ ભારતીય મૂળના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ઘણા અધિકારીઓને હટાવ્યા બાદ હવે મસ્કે કંપનીના બધા બોર્ડ ડાયરેક્ટરોને રજા આપી દીધી છે. હવે એલન મસ્ક ટિ્‌વટરના એકમાત્ર ડાયરેક્ટર છે.

એક અમેરિકી અખબારના રિપોર્ટ અનુસાર એલન મસ્કના નજીકના લોકોએ જાણકારી આપી છે કે ટિ્‌વટરના ૨૫ ટકા કર્મચારીઓને નોકરીમાંથી બહાર કરવામાં આવી સકે છે. મસ્કે છટણીના મુદ્દા પર તેની સાથે ચર્ચા કરી છે. મસ્કના એક સહયોગી વીકેન્ડ પર ટિ્‌વટરના બાકી વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરતા જાેવા મળ્યા હતા, જેમાં ટિ્‌વટરના કન્ટેન્ટ મોડરેશન સિવાય ૨૫ ટકા કર્મચારીઓને છટણીના મુદ્દા પર વાત થઈ છે.

ઘણા વર્ષો સુધી મસ્કનું પ્રતિનિધિત્વ કરનાર એક પ્રસિદ્ધ સેલિબ્રિટી વકીલ એલેક્સ સ્પિરો આ ચર્ચામાં મુખ્ય રૂપથી સામેલ રહ્યાં હતા. સ્પિરો ટિ્‌વટર પર લીગલ, સરકારી સંબંધ, પોલિસી અને માર્કેટિંગ સહિત ઘણી ટીમોના મેનેજમેન્ટમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે.
લાંબા સમયથી મસ્કના સહયોગી રહેલા ડેવિડ સૈક્સ અને જેસન કેલકેનિસ વીકેન્ડમાં કંપની ડાયરેક્ટરીમાં જાેવા મળી રહ્યાં છે. આ બંને પાસે કંપનીના સત્તાવાર ઈમેલ હતા અને તેનું શીર્ષક ‘સ્ટાફ સોફ્ટવેયર એન્જીનિયર’ હતું.

ડિરેક્ટરીમાં મસ્કનું શીર્ષક સીઇઓ હતું. આ વચ્ચે ટીમ તે નક્કી કરી રહી હતી કે છટણીના પ્રથમ રાઉન્ડમાં ૭૦૦૦ કર્મચારીઓમાંથી લગભગ ચોથા ભાગના લોકોને બહાર કરવામાં આવી શકે છે. આ છટણી દરેક વિભાગમાં થશે. આવનારા દિવસોમાં સેલ્સ, પ્રોડક્ટ, એન્જીનિયરિંગ, લીગલ અને સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના કર્મચારીઓના વિશેષ રૂપથી પ્રભાવિત થવાની આશા છે.

એલન મસ્કે છટણીના સમાચારોનું ખંડન કર્યું હતું. જ્યારે છટણીને લઈને એક ટિ્‌વટર યૂઝરે ટ્‌વીટ કરી એલન મસ્કની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો તો તેમણે કહ્યું- આ સમાચાર ખોટા છે. તો એક અખબાર દ્વારા જાેવાયેલા દસ્તાવેજાે અનુસાર એન્જીનિયરો બાદ ટિ્‌વટરના કેટલાક સૌથી વધુ પગાર મેળવતા કર્મચારી સેલ્સમાં કામ કરે છે, અહીં કર્મચારી ઇં૩૦૦,૦૦૦ થી વધુ કમાણી કરે છે. આ ઘટનાક્રમ પર ટિ્‌વટર, મસ્ક, સ્પિરો, સૈક્સ અને કેલકેનિસે અખબારની વિનંતી પર કોઈ પ્રકારનો જવાબ આપ્યો નથી.

એલન મસ્કે ૨૮ ઓક્ટોબરે ટિ્‌વટરની કમાન સંભાળી હતી. માલિક બન્યા બાદ તેમણે ટિ્‌વટરના સીઈઓ પરાગ અગ્રવાલ, સીએફઓ નેડ સેગલ અને લીગલ અફેયર- પોલિસી હેડ વિજયા ગાડ્ડેને કંપનીમાંથી ટર્મિનેટ કરી દીધા હતા. એટલું જ નહીં મસ્કે તેમને કંપનીના હેડક્વાર્ટરમાંથી બહાર કઢાવી દીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.