Western Times News

Gujarati News

૫ લાખ દીવાઓ પ્રગટાવાશે, મથુરા-વૃંદાવન ઘાટ પર

(એજન્સી)મથુરા, ઉત્તર પ્રદેશમાં ભગવાન શ્રી કૃષ્ણના શહેર મથુરા-વૃંદાવનમાં ૭ નવેમ્બરે દેવ દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. દેવ દિવાળીના દિવસે મથુરા વૃંદાવનના તમામ ઘાટોને શણગારવામાં આવી રહ્યા છે. રંગબેરંગી રોશની, દીવા અને રંગોળી દ્વારા તમામ ઘાટોને વધુ ભવ્ય અને સુંદર દેખાવ આપવામાં આવશે.

આ ઘાટોને સુશોભિત કરવામાં સૌથી મોટો ફાળો દીવાઓ દ્વારા આપવામાં આવશે. આ માટે ૫ લાખ દીવા તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આ તમામ દીવાઓ મથુરા-વૃંદાવનના ઘાટો પર શણગારવામાં આવશે. આ દીવાઓ જ્યારે શણગારવામાં આવશે ત્યારે યમુનાનું અલગ સ્વરૂપ જાેવા મળશે.

આ અંગે પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે અને મથુરા પ્રશાસને આ અંગે બેઠક યોજી છે. દેવ દિવાળીના આ કાર્યક્રમમાં મથુરા વૃંદાવનની ધાર્મિક અને અન્ય ઘણી સંસ્થાઓ પણ સામેલ થશે, તેમજ આ કાર્યક્રમમાં ત્રણ શ્રેષ્ઠ ઘાટને ખૂબ જ ભવ્ય રીતે શણગારવામાં આવશે

અને જે સંસ્થાઓ દ્વારા શણગારવામાં આવશે તેમને પણ સન્માનિત કરવામાં આવશે. આ તમામ માહિતી સાથે, મથુરાના જિલ્લા અધિકારી પુલકિત ખરેએ કલેક્ટર કચેરીના ઓડિટોરિયમમાં એક બેઠકનું આયોજન કર્યું અને તમામ સંબંધિત વિભાગોને કાર્યક્રમ સમયસર પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો.

મથુરા પ્રશાસને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કમર કસી છે, તેમજ પોલીસ દ્વારા તમામ ઘાટ પર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે અને બોટ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે તેમજ વીજળી પણ ઉપલબ્ધ થશે. આ વિશે માહિતી આપતાં મથુરાના જિલ્લા અધિકારી પુલકિત ખરેએ જણાવ્યું કે ૭ નવેમ્બરે દેવ દિવાળીના તહેવારનું ખૂબ જ ધૂમધામથી આયોજન કરવામાં આવશે. જેમાં અનેક સંસ્થાઓ પણ ભાગ લઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.