Western Times News

Gujarati News

ખરોડ પાસે હોટલના કમ્પાઉન્ડમાં ચાલતુ કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

અંકલેશ્વર, અંકલેશ્વર તાલુકાના ખરોડ પાસે નેશનલ હાઈવેની બાજુમાં આવેલ હોટલના કમ્પાઉન્ડમાંથી પાનોલી પોલીસે ટેન્કર ચાલકોની મીલીભગતથી ટેન્કરમાંથી વાલ્વના નટબોલ્ટ ઢીલા કરી ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડને ઝડપી પાડયું હતું.

પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી ૬ ટેન્કર તેમજ ટેન્કરમાંથી કાઢેલ ૩૪૦ લીટર મોનો ઈથેનલ ગ્લાયકોલ કેમિકલ અને ર૦ લીટર ટોલવીનનો જથ્થો કબ્જે કરી કુલ ૧ કરોડ ૯૧ લાખ ૯૯ હજારનો મુદ્દામાલ કબજે કરી અન્ય ફરાર ટેન્કરોના ચાલકો અને બોલેરો પીકઅપ વાનના ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

પોલીસ સુત્રીય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મળેલ માહિતીના આધારે ખરોડ ગામ પાસેના નેશનલ હાઈવેની બાજુમાં આવેલ હોટેલના કમ્પાઉન્ડમાંથી ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરી સગેવગે કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

સુરતના હજીરા ખાતેના અદાણી પોર્ટ ખાતેથી મોનો ઈથેલીન ગ્લાયકોલ કેમિકલ ટેન્કરમાં ભરી દહેજના જાેલવા ખાતેની ફિલાટેક્ષ ઈન્ડિયા લિમિટેડ કંપનીમાં લઈ જવામાં આવી રહ્યું હતું તે દરમ્યાન ટેન્કરચાલકો ખરોડ પાસેની હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કરો ઉભા રાખી ટેન્કરના વાલ્વના બોલ્ટ ઢીલા કરી તેમાંથી મોનો ઈથેલીન નામના કેમિકલની તેમજ ટોલવીન નામના કેમિકલની ચોરી કરી સગેવગે કરતા હતા.

પાનોલી પોલીસે દરોડા પાડતા ૬ ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરી બોલેરો પીકઅપ વાનમાં સગેવગે કરવામાં આવી રહ્યું હતું. જાેકે પીકઅપ વાન ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ઉત્તર પ્રદેશના ટેન્કરના ચાલક મંગલસીગ ત્રિલોકસીંગની ધરપકડ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.