Western Times News

Gujarati News

CAA પડોશી દેશોના પીડિત લઘુમતીઓને નાગરિકતા આપે છે

જીનીવામાં યુનિવર્સલ પીરિયડિક સમીક્ષામાં, ઘણા સભ્ય દેશોએ ભારતમાં સીએએના મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હી,  નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) અને દ્વેષપૂર્ણ ભાષણનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (યુએનએચઆરસી)માં ઉઠાવવામાં આવ્યો હતો. તેના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, સીએએ એ એવો કાયદો છે,

જે પડોશી દેશોના પીડિત લઘુમતીઓને નાગરિકતા આપે છે. હકીકતમાં, સીએએનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે, તે દેશમાં રહેતા મુસ્લિમોને નિશાન બનાવી શકે છે. તે જ સમયે, સોલિસિટર જનરલે હેટ સ્પીચ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મુદ્દા પર જવાબ આપતા કહ્યું,

ભારતનું બંધારણ દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર આપે છે. જીનીવામાં ચાલી રહેલી યુએનએચઆરસી યુનિવર્સલ પીરિયડિક સમીક્ષામાં, ઘણા સભ્ય દેશોએ ભારતમાં સીએએના મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે તુષાર મહેતાએ કહ્યું, સીએએ કાયદો એવો કાયદો છે

જે અલગ-અલગ દેશોમાં નાગરિકતા માટે માપદંડ તૈયાર કરે છે. સીએએ કાયદો ભારતના પડોશી દેશો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, શીખ, બૌદ્ધ, પારસી, જૈન અને ખ્રિસ્તી ધર્મના લોકોને ધાર્મિક દમનના આધારે ભારતીય નાગરિકતા મેળવવામાં મદદ કરે છે.

આનાથી કોઈપણ નાગરિકની નાગરિકતા છીનવાઈ નથી. તેમજ કોઈપણ દેશને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. પરંતુ, તેનાથી સંબંધિત કેટલાક કાયદાઓ છે જેનું પાલન કરવું આવશ્યક છે. જ્યાં સુધી ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા જાેખમમાં ન હોય ત્યાં સુધી સ્વતંત્રતા છે.

યોગ્ય પ્રતિબંધો અપ્રિય ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બે વર્ષ પહેલા જ્યારે દેશમાં સીએએ કાયદો લાગુ કરવામાં આવ્યો. ત્યારે દેશભરમાં તેનો વિરોધ થયો હતો.

દિલ્હીનો શાહીન બાગ વિસ્તાર આ કાયદા વિરુદ્ધ આંદોલનનું કેન્દ્રબિંદુ હતો. કાયદાએ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના સ્થળાંતર કરનારાઓ માટે નાગરિકતા કાયદાના નિયમોને સરળ બનાવ્યા છે. અગાઉ નાગરિકતા માટે ૧૧ વર્ષ ભારતમાં રહેવું જરૂરી હતું. આ સમય ૧ થી ઘટાડીને ૬ વર્ષ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.