Western Times News

Gujarati News

દર્શના પટેલે રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ ચક્ર ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો

અમદાવાદ: અમદાવાદ જીલ્લાના દસક્રોઇ તાલુકાની પ્રાથમિક શાળા ગેરતપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દર્શના હિતેશભાઇ પટેલે રાજ્યકક્ષાની ખેલ મહાકુંભમાં ચક્ર ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હિમ્મતનગરના ભોલેશ્વર રમત ગમત સંકુલ ખાતે આયોજિત રાજ્યકક્ષાના ખેલ મહાકુંભની મહિલાઓ માટેની ચક્રફેંક સ્પર્ધામાં દર્શના પટેલે ઉત્કૃષ્ઠ રમતનું પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો હતો અને શાળા ઉપરાંત પરીવારનું નામ રોશન કર્યુ હતુ.

દર્શના પટેલને સિલ્વર મેડલ જીતવા બદલ મિત્રો, અધિકારીઓ, શિક્ષકો, પરીવારજનો, વિદ્યાર્થાઓ અને શુભેચ્છકો દ્વારા રૂબરૂ તથા સોશિયલ મિડીયા દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દર્શના પટેલ નાનપણથી જ રમત ગમત સાથે જોડાયેલ છે અને તાલુકા, જીલ્લા અને રાજ્યકક્ષાએ રમત ગમતમાં ભાગ લઇને અનેક મેડલ્સ જીતી ચુક્યા છે. હાલ દર્શના પટેલ અને તેમના કોચ/પતિ હિતેશભાઇ પટેલ અમદાવાદ જીલ્લાના દસક્રોઇ તાલુકાની પ્રાથમિક શાળા ગેરતપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. દર્શના પટેલ શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત અનેક લોકોને રમત ગમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહીત કરીને જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.