Western Times News

Gujarati News

ગલવાન ઘર્ષણ બાદ પ્રથમવાર મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાત

બાલી, ઈન્ડોનેશિયાના બાલીમાં જી-૨૦ સંમેલન દરમિયાન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ છે. જી-૨૦ ડિનર દરમિયાન બંને નેતા મળ્યા અને એકબીજાનું અભિવાદન કર્યા બાદ થોડો સમય વાત કરી. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૦માં ગલવાન ઘર્ષણ બાદ કોઈપણ મંચ પર મોદી અને જિનપિંગની આ પ્રથમ મુલાકાત છે. ગલવાન ઘર્ષણમાં ૨૦ ભારતીય સૈનિક શહીદ થયા હતા. ત્યારબાદ ચીનની સાથે સરહદ પર તણાવની સ્થિતિ બનેલી છે.

પરંતુ બંને નેતાઓની ઔપચારિક મુલાકાત નહોતી. સાથે તે પણ સામે આવ્યું નથી કે બંને વચ્ચે શું વાત થઈ છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જાેકો વિડોડો સાથે પણ તેમની મુલાકાત બાલીમાં ડિનર દરમિયાન થઈ છે. બંને મળ્યા તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

મોદી અને જિનપિંગે એકબીજા સાથે હાથ મિલાવ્યો અને થોડો સમય વાત કરી. આ પહેલા પીએમ મોદીએ જી-૨૦ના મંચ પર ઘણા અન્ય વૈશ્વિક નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી.

આ પહેલા સપ્ટેમ્બરમાં ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શંઘાઈ સહયોગ સંગઠનના વાર્ષિક શિખર સંમેલનમાં પણ બંને નેતા આમને-સામને આવ્યા હતા. પરંતુ તે સમયે બંને વચ્ચે કોઈ વાતચીત કે મુલાકાત થઈ નહોતી.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.