Western Times News

Gujarati News

બાલાનું પાત્ર નકારાત્મક છે. તે મનનો સારો છે: મયુર લાડ

મયુર લાડઃ “બાલાનું પાત્ર નકારાત્મક છે. તે મનનો સારો છે, પરંતુ તેની રીત અને માધ્યમ ખોટાં છે. આવું પાત્ર ભજવવાનું પડકારજનક છે, જેનો રોજ સામનો કરવાનું મને ગમે છે”

એન્ડટીવી પર લોકપ્રિય શો એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરમાં બાલાની ભૂમિકા ભજવતા અભિનેતા મયુર લાડે તેની અભિનયની કારકિર્દીમાં લાંબી મજલ મારી છે અને જીવનના આ તબક્કાને ભરપૂર માણ્યો છે. ફિલ્મો અને ટેલિવિઝનનો હિસ્સો રહેલા મયુરે મનોરંજન ઉદ્યોગમાં તેના પ્રવાસ અને તેનો હાલનો શો તેની કારકિર્દીમાં કઈ રીતે નોંધપાત્ર વળાંક લાવ્યો તે વિશે વાત કરે છે.

1.        એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરમાં બાલાની ભૂમિકા કઈ રીતે મળી?

શોમાં ભીમરાવના પિતા રામજીની ભૂમિકા ભજવતા જગન્નાથ નિવાનગુણેજીએ મારી ઓળખાણ એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરના નિર્માણકારા સાથેકરાવી. હું તેને વર્ષોથી જાણતો હતો અને અમે અનેક એસાઈનમેન્ટ્સ પર એકત્ર કામ કર્યું છે. આ સુંદર તક માટે મને માર્ગદર્શન આપવા બદલ હું તેને આભારી છું. એક રાત્રે તેણે મને કહ્યુંકે નિર્માણકારો બાલાનું પાત્ર ભજવવા માટે કલાકાર શોધતા હતા અને મારે ઓડિશન આપવું જોઈએ. મેં તુરંત મારો ઓડિશન વિડિયો મોકલ્યો અને બીજા જ દિવસે મને પ્રોડકશન ટીમ પાસેથી કોલ આવ્યો. આ પછી જે થયું તે ઈતિહાસ છે. બાલાનું પાત્ર દર્શકોમાં બહુ લોકપ્રિય છે. આથી યોગ્ય તક સાથે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હું આવી ગયો એમ કહી શકું છું. આ મારો માટે શીખવાનો અનુભવ બની રહ્યો.

2.   બાલાના પાત્ર વિશે કહેશે?

હું ડો. બી આર આંબેડકરના મોટા ભાઈ બાલા રામનું પાત્ર ભજવી રહ્યો છું. બાલાનું પાત્ર નકારાત્મક છે. તે મનનો સારો છે, પરંતુ તેની રીત અને માધ્યમો ખોટાં છે. આવા પાત્ર ભજવવાનું પડકારજનક છે, પરંતુ રોજ આવા પડકારોનો સામનો કરવાનું મને ગમે છે. મારે ભૂમિકાની તૈયારી કરવા ઘણું હોમવર્ક કરવું પડ્યું. પાત્ર અને તેની વ્યક્તિત્વની ખૂબીઓ અને શોમાં પ્રવાસનો અભ્યાસ કરવો જરૂરી હોય છે. તેનાથી આ પાત્રની ખૂબીઓ સમજવામાં મને ભરપૂર મદદ થઈ અને તે અનુસાર કામ કર્યું છે.

3.        અથર્વ ઉપરાંત સેટ્સ પર તારી સૌથી નિકટ કોણ છે?

સેટ્સ પર બધા જ મારે માટે પરિવાર જેવા છે. અમારા ડાયરેક્ટર હોય, મારા બધા સહ- કલાકારો હોય કે સંપૂર્ણ ક્રુ મારા માટે પરિવાર જેવા છે. હું શોમાં નવો આવ્યો છું છતાં મને જે આધાર મળે છે તે પ્રોત્સાહનજનક છે. મેં અગાઉ કહ્યું તેમ હું એક દાયકાથી જગન્નાથ નિવાનગુણેને જાણં છું અને મને તેણે હંમેશાં બહુ સાથ આપ્યો છે. તે માત્રો મિત્ર, મેન્ટર અને ગાઈડ છે. તેનાં સલાહ અને સૂચનોએ મને બહુ મદદ કરી છે અને હું તેની પાસે આશાની નજરે જોઉં છું.

4.        તારો અભિનયનો પ્રવાસ કઈ રીતે શરૂ થયો?

અભિનયથી હું હંમેશાં મોહિત રહેતો. હું શાળાનાં નાટકોમાં સક્રિય રીતે ભાગ લેતો હતો. જોકે મનોરંજન ઉદ્યોગ સાથે કોઈ પણ જોડાણ વિના મધ્યમ વર્ગના પરિવારનો હોવાથી આવી તક મળશે એવી ક્યારેય કલ્પના કરી નહોતી. હું એક દિવસ પડદા પર ચમકવાનું હંમેશાં સપનું જોતો હતો.

હું નમ્ર પાર્શ્વભૂમાંથી આવું છું અને મારા કોલેજના દિવસોમાં ફટાકડા વેચતો હતો. ગ્રેજ્યુએશન પછી મેં ઉપનગરોમાં ઘેર ઘેર જઈને સિમકાર્ડસ વેચવાનું શરૂ કર્યું. હું માનવ સંસાધન વ્યવસ્થાપન કરવા માગતો હતો. મેં એક વર્ષ માટે 5 star મા  બારટેન્ડર તરીકે કામ કરવા સાથે એમબીએ માટે પણ અરજી કરી હતી. જોકે મારા દાદાનું સ્વાસ્થ્ય કથળતાં તે પણ નહીં શક્યું.

હું દાદાની બહુ નિકટ હતો અને એક દિવસ તેમણે મને હોસ્પિટલમાં કહ્યું હતું, “તારું સપનું સાકાર કરવા કેમ માગતો નથી? તું અદભુત અભિનેતા છે અને અભિનય જ તારું ક્ષેત્ર છે.” તેના આ શબ્દોથી મને અભિનયનું ઘેલું ચઢ્યું અને મેં ઓડિશન આપવાનું શરૂ કર્યું. આખરે રિયાલિટી શોમં આવ્યો. આ રીતે મારો પ્રવાસ શરૂ થયો. અને હવે હું પાછળ જોઉં છું ત્યારે મારી શ્રદ્ધાએ મોટી છલાંગ લગાવી છે તે જોઈને ખુશી થાય છે.

5.        મનોરંજન ઉદ્યોગમાં પગ જમાવવાનું આસાન હતું?

બિલકુલ નહીં. મારે તક મેળવવા માટે અનેક ઓડિશન આપવા પડ્યા. રિયાલિટી શોમાં મારા પ્રથમ બ્રેક પછી વિવિધ હિંદી અને મરાઠી સિરિયલો, ફિલ્મો અને એડ ફિલ્મોમાં મારે માટે તકોનાં દ્વાર ખૂલી ગયાં. અને તે પછી ક્યારેય પાછળ જોવાનો વારો આવ્યો નહીં. બધું યથાસ્થાને પડ્યું.

જોકે મને ટૂંક સમયમાં જ ફટકો પડ્યો. 2003માં મારી માતાનું નિધન થયું અને પરિવારની જવાબદારી મેં  ઉપાડી લીધી. મને પોતાને અને મારા પરિવારને સક્ષમ કરવા માટે સ્થિર આવકની જરૂર હતી. આથી મેં ફુલ ટાઈમ કોર્પોરેટ નોકરી પકડી લીધી. જોકે નસીબમાં અલગ જ લખાયું હતું. મને ટોચના મરાઠી શોમાં ઓફરો આવવાનું શરૂ થયું અને ત્યાર પછી મારે ક્યારેય પાછળ વળીને જોવાનો વારો આવ્યો નથી.

આજે દસ વર્ષ પૂરીં થયાં છે અને મેં લાંબી મજલ મારી છે. આ સવારી ઉતારચઢાવવાળી રહી છે. આભારવશ મને કામની અછત ક્યારેય મહેસૂસ થઈ નથી અને મારી કાબેલિયત સિદ્ધ કરવાની તક મળી છે. કોઈ પણ ભૂમિકા મોટી કે નાની નથી હોતી કે મોટા બ્રેકની વાટ જોયા કરવું નહીં જોઈએ આ મારા વલણને મારી તરફેણમાં કામ કર્યું. તમારું કામ ઈમાનદારી અને શ્રદ્ધાપૂર્વક કર્યા કરો અને યોગ્ય તક એ યોગ્ય સમય આવ્યે તમારાં દ્વાર ખખડાવશે. સૌથી મહત્ત્વપૂર્ણ તમારી સમર્પિતતા, સખત મહેનત અને કટિબદ્ધતા છે. ઓળખ તે પછી આપોઆપ આવે છે.

6.        અભિનેતા બનવાના તારા નિર્ણયથી તારા પરિવારની પ્રતિક્રિયા કેવી હતી?

મધ્યમ વર્ગનો છોકરો સ્થિર આલક અને તેની પેશનને પૂરી કરવા વચ્ચે પસંદગી કરી નહીં શકે. જોકે મને કોઈ અફસોસ નથી. આ મુશ્કેસ પસંદગી હતી, પરંતુ મેં તે તક ઝડપી લીધી તેની આજે ખુશી છે. આરંભમાં પરિવારની અસ્થિરતા વિશે ચિંતા હતી, કારણ કે મારી પર પરિવારની નાણાકીય જવાબદારી હતી.

હું લાક્ષણિક મહારાષ્ટ્રિયન સંયુક્ત પરિવારનો છું, જે સ્થિર આવક સાથેની ફુલ ટાઈમ નોકરી કરવા માગે છે. જોકે નસીબમાં કાંઈક બીજું જ લખાયું હતું અને અમુક સારા લોકોએ મને સાથ આપ્યો અને આ ઉદ્યોગમાં પ્રવેશ કરવા માર્ગદર્શન કર્યું તે બદલ મને ખુશી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.