Western Times News

Gujarati News

લોકશાહીના મહાપર્વમાં  મતદાન સંદર્ભે  યુવા મતદારો દ્વારા રંગોળી અભિયાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨, અવસર લોકશાહીનો અંતર્ગત આજ રોજ જિલ્લા કલેકટર કચેરી અમદાવાદ , કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ અને ગુજરાત યુનિવર્સીટીના સંયુક્ત  ઉપક્રમે અચૂક નૈતિક મતદાન સંદર્ભે આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રથમ વખતના મતદારો સાથે યુવા મતદારો  દ્વારા રંગોળી દ્વારા નૈતિક અને વધુ મતદાનના સંદેશો  આપતી વિવિધ રંગોળી કરવામાં આવેલ હતી.

જેમાં ગુજરાતના નકશા સાથે વીવીપેટ  કોઇ પણ પ્રલોભનમાં ફસાયા વગર મતદાન કરવુ ,મતદાનમાં મતદારોની ભાગીદારી એમ મતદાન જાગરૂકતા સાથે વધુમાં વધુમાં ૧૦૦ ટકા મતદાન થાય એ દિશામાં રંગોળી કરવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો ગુજરાત યુનિવર્સીટી ખાતે પરિક્ષા અર્થે આવતા યુવા વિધાર્થીઓ આ રંગોળી નિહાળી મતદાન કરવા અને કરાવવા અંગેના શપથ પણ લીધા હતા

આ કાર્યક્રમનું સંચાલન ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ  અને યુથ નોડલ ઓફિસર ડો.યોગેશ પારેખ ,જિલ્લા કલેકટર કચેરીની સ્વીપની સમ્રગ ટીમ , અને  કેન્દ્રીય સંચાર બ્યુરોના  ફિલ્ડ એકઝીબીસન ઑફિસર સુમનબેન મછાર, સહિત કેન્દ્રીય સંચાર બ્યુરોના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી અને  દ્વારા કરવામાં આવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.