Western Times News

Gujarati News

જંબુસરમાં નર્મદાની માઈનોર નહેરની જાતે સાફસફાઈ કરતા ધરતીપુત્રો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર માઈનોર એક નર્મદા નહેરમાં સમયસર સાફ-સફાઈ કરવામાં આવતી નથી અને નહેરોમા પાણી છોડી દેવામાં આવે છે.જેને લઈ ધરતીપુત્રોએ સિંચાઈ માટે પાણીની જરૂરિયાત હોય જાતે સાફ સફાઈ કરતા નજરે પડ્યા અને નર્મદા નિગમ વિરુદ્ધ પોતાની વેદના ઠાલવી હતી

નર્મદા નહેર દ્વારા વર્ષો પહેલા ઢંગઘડા વગર નહેરો તકલાદી બાંધકામ સાથે બનાવવામાં આવી હતી.જેને લઈ જંબુસર તાલુકાના વિસ્તારોમાં નહેરોમાં ગાબડા પડી ગયા નેહરો લીકેજના બનાવો વખતોવખત બનતા રહે છે.જે અંગે ધરતીપુત્રો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાંય સમસ્યાનો સુખદ ઉકેલ આવતો નથી

જેને લઈ આ નેહરો ધરતી પુત્રો માટે માથાના દુખાવા સમાન છે તથા નહેર વિભાગ દ્વારા નેહરોની સમયસર સાફ સફાઈ કરવામાં આવતી નથી અને પાણી છોડવામાં આવે છે.જેને લઈ જંબુસરના ખેડૂતોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.નહેર સફાઈ સમયસર કરાવવા અંગે જંબુસર નર્મદા ઓફિસ ખાતે રજૂઆતો પણ કરવામાં આવતી હોય છે.

પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓને ખેડૂતોની સમસ્યા હલ કરવામાં રસ ન હોય તેમ લાગી રહ્યું છે.જંબુસર કોટેશ્વર તરફથી આવતી માઇનોર એક નહેર જ્યાં કુવાઓ કે માઇનોર નહેરની સફાઈ કરવામાં આવતી ન હોય ધરતી પુત્રો પોતાના જીવસમાં પાકને બચાવવા જાતે જ નહેર સફાઈ કામગીરીમાં લાગી ગયા હતા.

આ વિસ્તારની આશરે ૬૦૦ એકર જમીનના પાકને નુકસાન થતું અટકાવવા કચેરી ખાતે પણ ધરતીપુત્રો દ્વારા સમયસર નહેર સફાઈ ગાબડા સમયસર પાણી છોડવા આ તમામ બાબતો અંગે ધરતીપુત્રો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાંય અધિકારીઓ દ્વારા ખેડૂતોની સમસ્યાનો હલ આવતો નથી જેને લઈ ધરતીપુત્રોમાં નારાજગી જાેવા મળી રહી છે.વહેલી તકે નહેર પ્રશ્નો જંગલ કટીંગ તૂટેલી નેહરુનું રીપેરીંગ થાય તેમ ધરતીપુત્રો ઈચ્છી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.