Western Times News

Gujarati News

પંચમહાલના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજીને ઓબ્ઝર્વરોએ ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરી

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ નિષ્પક્ષ,સ્વતંત્ર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી, ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેની સમગ્ર કાર્યવાહી પર દેખરેખ રાખવા ઓબ્ઝર્વરઓની નિમણૂક કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા સ્થિત કલેકટર કચેરીના સભાખંડ ખાતે, ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ઓબ્ઝર્વરઓએ પંચમહાલ જિલ્લાની ચૂંટણીલક્ષી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી હતી.તેઓએ જિલ્લામાં થયેલી ચૂંટણી સંબંધિત સમગ્ર કામગીરીની ઝીણવટભરી માહિતી મેળવી, તમામ નોડલ અધિકારીઓને સૂચનો પણ કર્યા હતા.

નિરીક્ષકઓએ વિધાનસભાની તમામ બેઠકના મતદારોની પ્રોફાઈલ, પોલિંગ સ્ટેશનની વિગતો, જિલ્લામાં કાર્યરત ચેક પોસ્ટ, ઇ.વી.એમ તથા વીવીપેટની થયેલી ફાળવણી, ઇવીએમ સ્ટોરેજની વ્યવસ્થા, ઇવીએમ રૂટ તથા ઇવીએમ સંબંધિત સુરક્ષા વ્યવસ્થા, મતદાન મથકો ખાતે પોલીસ સ્ટાફની ફાળવણી, ચૂંટણી સ્ટાફની તાલીમ, ચૂંટણી અંગેના વાહનોની ફાળવણી,

સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા, મતદાન જાગૃતિ કાર્યક્રમો તથા કાયદો વ્યવસ્થાની સ્થિતિ વગેરે બાબતોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તાએ જિલ્લામાં થયેલી ચૂંટણીલક્ષી પૂર્વ તૈયારીઓની માહિતી પ્રેઝન્ટેશન રૂપે પ્રસ્તુત કરી હતી.

પંચમહાલ જિલ્લામાં જનરલ ઓબ્ઝર્વર ડૉ.કે.વાસુકી દ્ભન્-૨૦૦૮ની ૧૨૬-ગોધરા,૧૨૭-કાલોલ વિધાનસભા મતવિસ્તાર માટે, જનરલ ઓબ્ઝર્વર શકિતસિંહ રાઠોર ઇત્ન-૨૦૧૦ની ૧૨૪-શહેરા,૧૨૫- મોરવા હડફ વિધાનસભા મતવિસ્તાર માટે,જનરલ ઓબ્ઝર્વર દેબા જયોતિ દત્તા છસ્-૨૦૧૦ની ૧૨૮-હાલોલ,

વિધાનસભા મતવિસ્તાર માટે,ખર્ચ ઓબ્ઝર્વર આર.સી.ચેતન ૨૦૦૬ની ૧૨૪-શહેરા,૧૨૫- મોરવા હડફ વિધાનસભા મતવિસ્તાર માટે,ખર્ચ ઓબ્ઝર્વર અનુજ ગર્ગ ૨૦૧૧ની ૧૨૬-ગોધરા,૧૨૭- કાલોલ ૧૨૮-હાલોલ,વિધાનસભા મતવિસ્તાર માટે,પોલીસ ઓબ્ઝર્વર રાહુલ શર્મા ૨૦૦૯ની ૧૨૪-શહેરા,૧૨૫- મોરવા હડફ, ૧૨૬-ગોધરા,૧૨૭- કાલોલ ૧૨૮-હાલોલ, વિધાનસભા મતવિસ્તાર માટે નિમણૂક કરાઈ છે.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા,પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, અધિક જિલ્લા કલેક્ટર એમ.ડી.ચુડાસમા સહિત જિલ્લામાં ચૂંટણી કામગીરી માટે નિમાયેલા તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.