Western Times News

Gujarati News

આ સાધુ ઉપર વિશ્વાસ રાખજાે જીત્યા બાદ ૬ મહિનામાં જંબુસર મત વિસ્તારને મળશે નહેરના પાણી : ડી.કે.સ્વામી

(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર વિધાનસભા બેઠક ઉપર ભાજપે સંત ડી.કે.સ્વામીને ઉમેદવાર જાહેર કર્યા છે જે જીત્યા પછી ગાંધીનગર વિધાનસભામાં આ વિસ્તાર અને રાજનીતિ સાથે ધર્મનીતિનું પ્રતિનિધિત્વ કરશે.જંબુસરના ગજેરા ખાતે સ્ટાર પ્રચારક ભાજપના યુવા મોરચા રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ તેજસ્વી સૂર્યાએ સભા સંબોધી હતી.
જંબુસર વિધાનસભાના ભાજપના ઉમેદવાર સંત ડી.કે.સ્વામીના પ્રચાર અર્થે આજે ગજેરા ગામે નૂતન વિદ્યાલય ખાતે ભાજપના સ્ટાર પ્રચારક તેજસ્વી સૂર્યા, કલાકાર પ્રશાંત બારોટ સાથે ઉમેદવાર સંત દેવકિશોર સ્વામી એ માનવ મેદનીને સંબોધી હતી.

ભાજપના વિધાનસભાના ઉમેદવાર ડી.કે.સ્વામીએ જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ધર્મ ને રાજનીતિની એક રથના પૈડાં સાથે સરખાવી. પેહલા રાજકારણ એકલું હતુ હવે રાજકારણ સાથે ધર્મને સાથે લઈ ચાલિયે તો દેશની સંસ્કૃતિ અને ધર્મ માટે ગૌરવની બાબત કહી શકાય. તેઓએ આ સાધુ ઉપર વિશ્વાસ રાખવાનું કહી. જીત્યા પછી જંબુસર-આમોદને નહેર ના પાણીના પ્રશ્નનો ૬ મહિનામાં જ હલ લાવવાનીખાત્રી આપી હતી.

અંતમાં તેઓએ ગુજરાત ચૂંટણીને લોકસભાની સેમિફાઈનલ ગણાવી હતી. મુખ્ય વક્તા તેજસ્વી સૂર્યા એ જણાવ્યું હતુ કે, દેશમા ગુજરાત એક સુરક્ષિત, શાંત, સમૃદ્ધ રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયેલું છે. છેલ્લા ૨૭ વર્ષથી ભાજપની સરકાર હોવાના કારણે ગુજરાતના છેવાડા સુધિ વિકાસ પહોંચ્યો છે.જંબુસરમાં ડી.કે. સ્વામીની ઐતિહાસિક જીત સાથે સમગ્ર ગુજરાતમાં આ વખતે ભાજપની જીત અભૂતપૂર્વ રહેવાની છે. જેઓ ગાંધીનગરમાં રાજનીતિ, વિસ્તારનો વિકાસ સાથે સનાતન સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

દેશમાં ૮ વર્ષથી મોદીની સ્થિર સરકારને વૈશ્વિક રાજનીતિ પણ નજર કેન્દ્રિત કરી રહી છે. જેનું જનક ૨૭ વર્ષથી ગુજરાત રહ્યું છે. આ ચૂંટણી પર તમામની નજર છે અને આપણે પુંનઃ ભાજપની સત્તા અને નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાના છે. ગુજરાતની વિધાનસભાના પરિણામો ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણીનું ચિત્ર નક્કી કરશે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી વિજેતા બનાવી મોદીના હાથ મજબૂત કરવા અંતમાં હાકલ કરી હતી.

મુંબઈના કલાકાર પ્રશાંત બારોટે દેશ જ્યારે સંકટમાં આવ્યો કે પતનના આરે ઉભો રહ્યો ત્યારે ઉપરવાળા એ આપણી વચ્ચે મહાપુરુષને ઉપસ્થિત કર્યા છે અને હાલ તે નરેન્દ્ર મોદી હોવાનું જણાવી ફરી જંબુસર સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપનું કમળ ખીલવવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે જંબુસર બેઠકના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી,પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, ગુજરાતી ફિલ્મ એક્ટર પ્રશાંત બારોટ, સહિત જિલ્લા ભાજપા,તાલુકા ભાજપા તેમજ શહેર ભાજપાના હોદ્દેદારો, તાલુકા પંચાયતના સભ્યો, નગર સેવકો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ હાજરી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.