Western Times News

Gujarati News

પંચમહાલ જિલ્લાની શાળા અને કોલેજના વિધાર્થીઓને સંકલ્પપત્રોનું વિતરણ કરાયું

(પ્રતિનિધિ) ગોધરા. વિધાનસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ને લઈને પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી સુજલ મયાત્રાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જિલ્લાના મતદારો જાગૃતતાપૂર્વક મતદાન કરે તે માટે સ્વીપ પ્રવૃત્તિ અન્વયે તમામ મતદારોને પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે. જે અંતર્ગત વાલીઓ પણ જાગૃત બનીને સક્રીયપણે લોકશાહીના આ પર્વમાં ભાગ લે તથા ૧૦૦ ટકા મતદાનનો સંકલ્પ લે તે માટે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને ૫ લાખ ૯૦ હજાર ૫૦૦ સંકલ્પપત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ સાથે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તરફથી મતદાન જાગૃતિ માટે શુભેચ્છાપત્રો પણ એનાયત કરાયા હતા. પ્રાથમિક,માધ્યમિક અને કોલેજના વિધાર્થીઓ “અવસર”નાં ઉમંગે અને લોકશાહીનાં રંગે મતદાન જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પંચમહાલ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ૨,૩૧,૫૦૦ , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૨,૫૦,૫૦૦ , ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ૧,૦૮,૫૦૦ સહિત કુલ ૫,૯૦,૫૦૦ સંકલ્પપત્રોનું વિતરણ કરીને મતદાન માટે સંકલ્પ લેવાનું આયોજન કરાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.