Western Times News

Gujarati News

અમરાઈવાડી બેઠક પર પાટીદાર v/s પાટીદારનો જંગ

૨૦૧૯ની પેટા ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસને પરિણામ બદલવાની આશા

કોંગ્રેસે અમરાઇવાડીથી ૫૫૨૮ મતે હારેલા ધર્મેન્દ્ર પટેલને ફરી ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વિધાનસભાની ૧૬ બેઠકો છે, જે પૈકી ભાજપ પાસે ૧૨ અને કોંગ્રેસ પાસે ૪ બેઠક છે. શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો હોય છે, જેનો પરિચય વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં જાેવા મળ્યો.

અમદાવાદ શહેરમાં અમરાઈવાડી ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉ. હસમુખભાઈ પટેલના સમર્થનમાં ગતરોજ મુખ્યમંત્રીએ વિશાળ જનમેદનીને સંબોધન કર્યું.

અમદાવાદની ભાજપે ૧૬ બેઠકો પૈકી ૧૨ જીતી હતી. આ ૧૨ બેઠકોની લીડ પણ ઘણી જ હતી. ૨૦૧૭ની ચૂંટણીમાં અમરાઈવાડીવિધાનસભા ની બેઠક પર થી હસમુખભાઈ પટેલનો વિજય થયો હતો. જાે કે, વર્ષ ૨૦૧૯ તેમણે લોકસભાની ચૂંટણી લડી હતી અને અમદાવાદ પૂર્વના સંસદ બન્યા હતા. ત્યારબાદ અમરાઇવાડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાઇ અને તેમાં ભાજપની લીડ ઘટીને ૫૦૦૦ ની આસપાસ રહી ગઇ હતી.

અમરાઇવાડીને અમદાવાદનું મિની ભારત કહેવામાં આવે છે. કારણ કે, આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી રોજગારી માટે દેશના અનેક રાજ્યના લોકો અહીં સ્થાયી થયા, જે હવે આ વિધાનસભા બેઠકની હારજીત માટે નિર્ણાયક મતદાર બન્યા.આ વિસ્તારમાં શ્રમજીવી વર્ગનું પ્રમાણ વધુ છે.

અમરાઇવાડી વિધાનસભાની જ્ઞાતિ સમીકરણ પર નજર કરીએ તો, આ બેઠકમાં કુલ ૨ લાખ ૭૯ હજાર મતદારો છે. જેમાં ૪૦ હજારથી વધારે પાટીદાર, ૬૦ હજારથી વધારે અનુસુચિત જાતિ, ૩૦ હજાર સવર્ણ, ૩૬ હજાર ઓબીસી, ૫૫ હજારથી વધારે પરપ્રાંતિય તથા અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

૨૦૧૯ની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે અમરાઇવાડીથી ૫૫૨૮ મતે હારેલા ધર્મેન્દ્ર પટેલને ફરી ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસનો દાવો છે કે પેટાચૂંટણીમાં સમય નહતો મળ્યો અને આ ચૂંટણીમાં તેઓનો વિજય થશે. ભાજપ સરકારની નિષ્ફળતા, મોંઘવારી, કોરોના જેવા મુદ્દા તથા કોંગ્રેસે જાહેર કરેલ વચનના નામે મત માંગી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી એ અમરાઈવાડી બેઠક પર સીટીંગ ધારાસભ્ય જગદીશ પટેલની ટિકિટ કાપી તેમના સ્થાને ડોક્ટર હસમુખભાઈ પટેલ ને ટિકિટ આપી છે જેના માટે ઉત્તર ગુજરાત પટેલ સમાજ ની વોટ બેન્ક મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે.

કોંગ્રેસના જગદીશ પટેલ ઉત્તર ગુજરાતના વતની છે તેથી ભારતીય જનતા પાર્ટી એ પણ ઉત્તર ગુજરાતના વતની તેવા ડોક્ટર હસમુખભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ડો.હસમુખ પટેલ ૧૯૯૯થી ભાજપના ડોક્ટર સેલના સભ્ય રહેલા છે . દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા અને ભાજપાની સરકારે કરેલા વિકાસના કાર્યોના આધારે મત માંગી રહ્યાં છે.

હસમુખ પટેલના કહેવા મુજબ, પેટાચૂંટણીમાં અલગ સમીકરણ રચાતાં લીડ ઘટી હતી. જાેકે અત્યારે પ્રધાનમંત્રીનો મેન્ડેન્ટ જનતામાં એટલો બધો છે કે, ૫૦ હજાર કરતાં વધારે મતથી ભાજપ વિજયી બનશે. સીટીંગ ધારાસભ્ય જગદીશભાઈ પટેલ ઝાલાવાડી સમાજ ના હોવાથી તેમની ટિકિટ કાપવામાં આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે

અમરાઇ વાડી બેઠકના ઇતિહાસ પર નજર કરીએ તો, ૨૦૧૦ ના નવા સીમાંકન બાદ અમરાઈવાડી બેઠક આસ્તિત્વમાં આવી છે. આ બેઠક પર યોજાયેલી બે ચૂંટણી અને એક પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. જાેકે, ૨૦૧૯ની પેટા ચૂંટણી ના પરિણામ બાદ કોંગ્રેસ ને પણ આશા દેખાઈ રહી છે.

૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપના હસમુખભાઇ સોમાભાઇ પટેલ ને ૧૦૮૬૮૩ (૬૫૪૨૫ મતે વિજય) જ્યારે કોંગ્રેસ ના બીપીનભાઇ ગોપાલભાઇ ગઢવી, ૪૩૨૫૮ મત મળ્યા હતા. ૨૦૧૭ હસમુખભાઇ સોમાભાઇ પટેલ ને ૧૦૫૬૯૪ (૪૯૭૩૨ મતે વિજય) જયારે કોંગ્રેસના અરવિંદ ચૌહાણ ૫૫૯૬૨ મત મળ્યા હતા.

૨૦૧૯ની પેટા ચુંટણીમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષ તથા અપક્ષ મળી કુલ ૯ અપક્ષ હતા અપક્ષને ફાળે ૩૮૭૬ મત મળ્યા હતા. જ્યારે નોટાને ૧૧૮૫ મત મળ્યા હતા. વર્તમાન ચૂંટણીમાં અપક્ષની સાથે સાથે એઆઇએમઆઇએમ અને આમ આદમી પાર્ટી મેદાને છે જે અન્ય રાજકીય પાર્ટીના ખેલ બગાડી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.