Western Times News

Gujarati News

ભૌગોલિક રીતે ગામ ગુજરાતમાં પણ લોકો મતદાન કરે છે મધ્યપ્રદેશમાં

છોટા ઉદેપુરનું છેવાડાનું ગામ સજનપુર ગુજરાતમાં, પણ મતદાન મધ્યપ્રદેશમાં

નસવાડી, સમગ્ર રાજયમાં ચુટણી માહોલ ગરમાયો છે. પરંતુ છોટાઉદેપુર જીલ્લાની નજીક આવેલા સમજનપુર ગામમાં કોઈ ચહલ-પહલ નથી. ગામજનોએ ચુંટણી બહીષ્કાર કર્યો નથી પરંતુ ભૌગોલીક રીતે ગુજરાતમાં હોવા છતાં સજનપુર મધ્યપ્રદેશ સાથે જાેડાયેલું છે.

તેથી આ ગામના લોકો મધ્યપ્રદેશની ચુંટણીમાં તેમને મત આપે છે. છોટા ઉદેપુર જીલ્લાના ટઠીમલા ગામની નજીક સજનપુર ગામ આવેલું છે. અને લગભગ ૧,ર૦૦ ની વસતી છે. ભુતપૂર્વ સરપંચ ગમજી હીરાલીયાએ કહયું કે સજનપુર અનોખું ગામ છે. જે ભૌગોલીક રીતે ગુજરાતથી ઘેરાયેલું છે.

પરંતુ વહીવવટી રીતે તે મધ્યપ્રદેશ હેઠળ છે. તેથી ગુજરાતના રાજકારણીઓ ભાગ્યે જ અમારશા ગામની મુલાકાત લે છે. સજનપુર ગામ એમપીની સરહદથી લગભગ ત્રણ કિલોમીટર દૂર આવેલું છે. અહી મોટાભાગના સાઈનબોર્ડ હિન્દી ભાષામાં છે.

મધ્યપ્રદેશમાં જવા અહીના લોકોને ગુજરાતના ગામડાંમાંથી પસાર થવું પડે છે. એક ખેત મજુરે કહયું કે અમે ઘરે થોડું ગુજરાતી બોલીએ છીએ. આ ગામના લોકોને મધ્યપ્રદેશ સરકારથી કોઈ ફરીયાદ નથી.  મધ્યપ્રદેશમાંથી કપાઈ જવા છતાં ત્યાંની સરકાર સારી રીતે સંભાળ રાખે છે. સજનપુર ગામને જાેડતો જે કાચો રસ્તો ગુજરાતનો હતો. તે આજે પણ કાચો જ છે. જે આઝાદીથી એવોને એવો જ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.