Western Times News

Gujarati News

કેસમાં ખોટી કલમ ઉમેરવાના મુદ્દે પોલિસ પર હાઈકોર્ટ નારાજ

Police FIR

આ તો પોલીસ સ્ટેશન છે કે રિક્વરી સ્ટેશનઃ હાઈકોર્ટ-પીએસઆઇએ કઇ જાેગવાઇ હેઠળ નવી કલમોનો ઉમેરો કર્યો અને શેના આધાર પર, તે ખુલાસો કરવા નિર્દેશ કર્યો

અમદાવાદ,  રૂ.૪૨ લાખની ચોરીના એક કેસમાં આરોપી વિરૂધ્ધ ખોટી રીતે કલમો ઉમેરવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આજે સોલા હાઇકોર્ટ પોલીસમથકના પીએસઆઇ જે.એમ.ઝાલાનો રીતસરનો ઉધડો લઇ નાંખ્યો હતો. હાઇકોર્ટે કેસની સુનાવણી દરમ્યાન એક તબક્કે એટલી ગંભીર અને માર્મિક ટકોર કરી હતી કે, આ તો પોલીસ સ્ટેશન છે કે રિકવરી સ્ઠેશન…??

પીએસઆઇએ કઇ જાેગવાઇ હેઠળ આ નવી ગંભીર કલમોનો ઉમેરો કર્યો અને શેના આધાર પર તે સહિતના મુદ્દે ખુલાસો કરવા રાજય સરકારને નિર્દેશ કર્યો હતો. જસ્ટિસ સમીર જે.દવેએ આ સમગ્ર મામલે ડીસીપી ઝોન-૧ પાસેથી પણ સોલા હાઇકોર્ટ પોલીસમથકના પીએએસઆઇ ઝાલાની વર્તણંક અને કલમો ઉમેરવાના ર્નિણયને લઇ વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.

હાઇકોર્ટે આજે પોલીસના વલણની બહુ ગંભીર શબ્દોમાં આલોચના કરી હતી. ખાસ કરીને જે રીતે પોલીસે આ કેસમાં અંગત રસ લઇ વધુ પડતી ગંભીર કલમો ઉમેરી આરોપીને કેસમાં સજા થાય અને તેને કોઇપણ સંજાેગોમાં જામીન ના મળે તે પ્રકારના કરાયેલા પ્રયાસની ભારોભાર ટીકા કરી હતી

. રૂ.૪૨ લાખ ચોરીના એક કેસમાં આરોપીની જામીનઅરજીની સુનાવણી જસ્ટિસ સમીર જે.દવની કોર્ટમાં ચાલી રહી હતી ત્યારે હાઇકોર્ટના ધ્યાન પર બહુ ગંભીર હકીકત આવી હતી કે, સોલા હાઇકોર્ટ પોલીસમથકમાં નોંધાયેલા આ ગુનામાં જયારે એફઆઇઆર નોંધાઇ ત્યારે તો માત્ર આઇપીસીની કલમ-૩૮૧ અને ૧૧૪ હેઠળ જ ફરિયાદ નોંધાઇ હતી પરંતુ પાછળથી સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એમ.ઝાલાએ સક્ષમ કોર્ટ સમક્ષ આઇપીસીની કલમ-૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૦૫,૪૬૮ અને ૪૭૧નો ઉમેરો કરવા મંજૂરી માંગી હતી.

જેથી હાઇકોર્ટ ચોંકી હતી. જસ્ટિસ સમીર જે.દવેએ સરકારી વકીલને પૃચ્છા કરી હતી કે, પીએસઆઇએ આટલી ગંભીર કલમો કાયદાની કઇ જાેગવાઇ હેઠળ અને શેના આધાર પર ઉમેરવાનું પગલું લીધુ છે..? તેનો ખુલાસો કરો.

જસ્ટિસ સમીર દવેએ એક તબક્કે પોલીસના આ પ્રકારના વર્તણૂંકને લઇ એટલે સુધી ગંભીર આલોચના કરી હતી કે, આ તો વળી પોલીસ સ્ટેશન છે…કે કોઇ રિકવરી સ્ટેશન…?? હાઇકોર્ટે આ સમગ્ર મામલે પીએસઆઇ ઝાલાએ કઇ જાેગવાઇ હેઠળ ખોટી રીતે આ પ્રકારે કલમો ઉમેરવાનો ર્નિણય કર્યો તે સહિતના મુદ્દે ડીસીપી ઝોન-૧ને બહુ મહત્ત્વનો આદેશ કર્યો હતો.

હાઇકોર્ટે તા.૯મી ડિસેમ્બર સુધીમાં ખુલાસો સાથેનો વિગતવાર અહેવાલ રજૂ કરી દેવા પણ ડીસીપીને સ્પષ્ટ તાકીદ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.