Western Times News

Gujarati News

હાઈકોર્ટનો DGPના પગારમાંથી ૨૫ હજાર રૂપિયા કાપવાનો હુકમ

ચંડીગઢ, કલર બ્લાઈન્ડનેસના કારણે પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ માટે એક ઉમેદવારને રિજેક્ટ કરવા પાછળનું કારણ દર્શાવતું એફિડેવિટ રજૂ કરવાના આદેશનો ઉલ્લંઘન કરતાં હાઈકોર્ટે હરિયાણાના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસનો (ડીજીપી) ઉધડો લીધો હતો. સાથે જ તેમના પગારમાંથી ૨૫ હજાર રૂપિયા કાપવા પણ કહ્યું હતું.

વાત એમ છે કે, ડીજીપી ૬ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ હાઈકોર્ટના આદેશ મુજબ પોલીસ કોન્સ્ટેબલની ભરતીના કેસમાં એફિડેવિટ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ મામલાની વધુ સુનાવણી ૧૪મી ડિસેમ્બર સુધી મુલતવી રાખતાં, હાઈકોર્ટે તેમને એફિડેવિટ રજૂ કરવાની વધુ એક તક પણ આપી હતી. એફિવેડિટ દાખલ કરવાના વિલંબને અવગણમાં આવે છે.

જાે કે, ન્યાયના હિતમાં અને ખર્ચ તરીકે ૨૫ હજાર રૂપિયાની ચૂકવણીને આધિન છે અને તેથી જ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસના પગારમાંથી તે કાપી નાખવામાં આવે છે.

આ રકમને ચંડીગઢના ગરીબ દર્દી કલ્યાણ યોજનામાં જમા કરાવવામાં આવશે’, તેમ હાઈકોર્ટે આદેશમાં જણાવ્યું હતું. હરિયાણાના અંબાલા જિલ્લાના વતની અજય કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતી વખતે જસ્ટિસ દીપક સિબલે આદેશ આપ્યા હતા, જેમને કલર બ્લાઈન્ડનેસના મેડિકલ રિપોર્ટના આધારે કોન્સ્ટેબલની પોસ્ટ માટે રિજેક્ટ કરાયા હતા.

જાે કે, અરજદારની અરજી પર હાઈકોર્ટે તપાસ માટે PGIMER ચંદીગઢના ડોકટરોના બોર્ડની રચના કરી હતી. વિગતવાર રિપોર્ટમાં ડોકટરોના બોર્ડે જણાવ્યું હતું કે અરજદારની બંને આંખોમાં ૬/૬ સાઈટ છે પરંતુ તે તમામ કદના છિદ્રો સાથે લાલ રંગને ઓળખવામાં સક્ષમ છે અને પાંચ મીટરના અંતરથી છિદ્રના કદ 13mm, 6mm અને 3mmની સાથે લીલા રંગને ઓળખવામાં સક્ષમ છે.

તેના પર સુનાવણી કરતાં હાઈકોર્ટે ૬ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ હરિયાણાના ડીજીપીને સંબંધિત સત્તાધીશોને અરજી દાખલ કરવાનો આદેશ આપ્યો હતો અને અરજદાર રાજ્ય પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરવા માટે કેવી રીતે અયોગ્ય છે તેનો જવાબ આપવા કહ્યું હતું. ત્યારબાદ હાઈકોર્ટે એફિડેવિટ દાખલ કરવાની આગામી તારીખ ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૮ નક્કી કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.