Western Times News

Gujarati News

IPL૨૦૨૩ ના ઓક્શનમાં સામેલ ૯૯૧ ખેલાડી, ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ ખેલાડી

નવીદિલ્હી, આઇપીએલ ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સીઝન માટે ૨૩ ડિસેમ્બર ૨૦૨૨ના કોચ્ચીમાં ઓક્શનનું આયોજન કરવામાં આવશે. આઈપીએલ ૨૦૨૩ના ઓક્શન માટે કુલ ૯૯૧ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

તેમાં ૭૧૪ ભારતીય અને ૨૭૭ વિદેશી ખેલાડી સામેલ છે. આ વખતે ઓક્શનમાં સામેલ થનારા વિદેશી ખેલાડીઓ પર નજર કરીએ તો તેમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયાના ખેલાડી ભાગ લેશે. ઓસ્ટ્રેલિયાના કુલ ૫૭ ખેલાડી આઈપીએલ ૨૦૨૩ના ઓક્શનમાં ભાગ લેશે. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે.

આઈપીએલના ઓક્શન પહેલા ગુરૂવારે એક મીડિયા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તેમાં ઓક્શનમાં સામેલ થઈ રહેલા ખેલાડીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આઈપીએલે જણાવ્યું કે ભારતના ૭૧૪ ખેલાડી ઓક્શનમાં ભાગ લેશે.

જ્યારે વિદેશના ૨૭૭ ખેલાડી હશે. તેમાં ૧૮૫ કેપ્ડ ખેલાડી છે. જ્યારે ૭૮૬ અનકેપ્ડ ખેલાડી છે. તો ૨૦ ખેલાડી એસોસિએટ ટીમના છે. જાે ભારતીય કેપ્ડ ખેલાડીઓની વાત કરીએ તો તેમાં ૧૯ ખેલાડી સામેલ થશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની પાછલી સીઝનમાં ભાગ લઈ ચુકેલા ૯૧ અનકેપ્ડ ભારતીય ખેલાડી ઓક્શનમાં સામેલ થશે.

જાે વિદેશી ટીમો પર નજર કરીએ તો તેમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયાના ખેલાડી ઓક્શનમાં ભાગ લેશે. ઓસ્ટ્રેલિયાના ૫૭ ખેલાડી હશે. જ્યારે દક્ષિણ આફ્રિકાના ૫૨ ખેલાડી ઓક્શનમાં ભાગ લેવાના છે. આ રીતે અફઘાનિસ્તાનના ૧૪, બાંગ્લાદેશના ૬, ઈંગ્લેન્ડના ૩૧, આયર્લેન્ડના ૮, નામીબિયાના ૫, નેધરલેન્ડના ૭, ન્યૂઝીલેન્ડના ૭૭, સ્કોટલેન્ડના ૨, શ્રીલંકાના ૨૩, યૂએઈના ૬, ઝિમ્બાબ્વેના ૬ અને વેસ્ટઈન્ડિઝના ૩૩ ખેલાડી ઓક્શનમાં ભાગ લેશે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.