Western Times News

Gujarati News

મરેન્ગો એશિયા હોસ્પિટલ્સે 24 કલાકની અંદર 7 અંગોનું પ્રત્યારોપણ કર્યું

પ્રતિકાત્મક

24 જ કલાકમાં હૃદય, લિવર અને કિડની જેવા સાત અંગોનું દાતાઓમાં પ્રત્યારોપણ કરાયું, આંખોનું રેડ ક્રોસને દાન કરાયું

નવી દિલ્હી, મરેન્ગો એશિયા હેલ્થકેર નેટવર્ક હોસ્પિટલ્સે એક જ છત હેઠળ 24 કલાકના ગાળામાં કુલ 11 અંગોની પુનઃપ્રાપ્તિ અને સાત અંગોની પ્રત્યારોપણની અવિશ્વસનીય કામગીરી હાથ ધરી છે. આટલા ટૂંકા ગાળામાં દેશની અન્ય કોઈ હોસ્પિટલે આ સિદ્ધિ હાંસલ કરી નથી. આ સિદ્ધિ મરેન્ગો એશિયા હોસ્પિટલ્સને માત્ર અંગ પ્રત્યારોપણ માટે ઝડપથી ઉભરતા પસંદગીના સ્થળ તરીકે જ નહીં, પરંતુ ટ્રાન્સપ્લાન્ટના ક્ષેત્રમાં ક્લિનિકલ શ્રેષ્ઠતામાં ઝડપથી ઉભરતા લીડર તરીકે પણ સ્થાપિત કરે છે.

મરેન્ગો સિમ્સ હોસ્પિટલ અને કે કે પટેલ હોસ્પિટલે (મરેન્ગો એશિયા નેટવર્ક હોસ્પિટલ) છેલ્લા 24 કલાકમાં બે મૃત શરીરમાંથી એક હૃદય, ચાર કિડની, બે લિવર અને ચાર આંખો મેળવી હતી. મરેન્ગો સિમ્સ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા અંગો પૈકી 45 વર્ષની વયના દર્દીમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ડૉ. ધીરેન શાહ અને ડૉ. ધવલ નાઈકની આગેવાની હેઠળ ડૉ. કિશોર ગુપ્તા,

ડૉ. અમિત ચંદન અને ડૉ. નિકુંજ વ્યાસની સાથે ડૉક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. લીવર મેળવનાર દર્દીની ઉંમર 51 વર્ષની હતી અને તેમની સર્જરી ડો. અભિદીપ ચૌધરીની આગેવાનીમાં ડો. વિકાસ પટેલની ટીમ દ્વારા કરવામાં આવી હતી. એક કિડની 31 વર્ષીય અને બીજી કિડની 51 વર્ષીય દર્દીને મળી હતી.

ડો. સિદ્ધાર્થ માવાણી અને ડો. મયુર પાટીલના માર્ગદર્શન હેઠળ ડોકટરોની ટીમ દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. આંખો રેડ ક્રોસની ટીમે પ્રાપ્ત કરી હતી. તમામ અંગો મરેન્ગો સિમ્સ હોસ્પિટલ અને કે કે પટેલ, હોસ્પિટલ (મરેન્ગો એશિયા નેટવર્ક હોસ્પિટલ) ખાતે કાઢવામાં આવ્યા હતા જ્યારે તેને મારેન્ગો સીઆઈએમએસ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.

વ્યવસાયે 46 વર્ષીય કોમ્પ્યુટર ટીચર મીરાબેન પટેલ (નામ બદલ્યું છે) અત્યંત હાઈપરટેન્સિવ હતા. દર્દીને મગજનો સ્ટ્રોક આવ્યો હતો અને ત્યારબાદ હેમરેજ થતાં તેમને મરેન્ગો સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

દર્દીની સર્જિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી પરંતુ તેઓ સ્વસ્થ થયા ન હતા. તેના પરિવારના ડોકટરો પહેલેથી જ અંગ દાનના હિમાયતી હોવાથી, હોસ્પિટલના સત્તાવાળાઓનો પરિવાર દ્વારા જ જીવન બચાવવાના ઉમદા કાર્ય માટે સંપર્ક કરવામાં આવ્યો હતો.

મરેન્ગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડો. કેયુર પરીખે જણાવ્યું હતું કે, “મરેન્ગો સિમ્સ હોસ્પિટલમાં આજે એક સીમાચિહ્નરૂપ દિવસ છે જેમાં એક જ દિવસમાં 5 અંગ પ્રત્યારોપણ થયા છે. 4 કેડેવરિક ટ્રાન્સપ્લાન્ટના સંદર્ભે અમે આવા દુઃખના સમયમાં આ એક મહત્વપૂર્ણ પગલું લેવા બદલ દાતા પરિવારના ઋણી છીએ.

ગુજરાતમાં ઓર્ગન ડોનેશનની જાગૃતિ વધી રહી છે અને આ દાન એ હકીકતને પૂરેપૂરી રીતે દર્શાવે છે. ઉપરાંત, અમારી મેડિકલ ટીમના સહકાર અને તત્પરતાના પગલે અમે આ પડકારનો સામનો કરીને આ ડોનેશન દ્વારા અનેક જીવન બચાવી શક્યા હતા.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.