Western Times News

Gujarati News

ગાંધીનગર વાયા વલસાડઃ ગુજરાતમાં સત્તા મેળવવા વલસાડનો જંગ જીતવો જરૂરી

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણીનો ધમધમાટ પૂર્ણ થયો છે. હવે, તમામ પાર્ટીઓ સતા હાંસલ કરવાના દાવા કરી રહી છે. પરંતુ ગુજરાત ની એક એવી બેઠક છે જે ગાંધીનગર ની ગાદી મેળવવા માટે શુકનિયાળ માનવામાં આવે છે.

દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક પર જે પાર્ટીના ઉમેદવાર જીતે છે તે પાર્ટીની ગુજરાતમાં સરકાર બને છે બીજા શબ્દોમાં કહીએ તો ગાંધીનગર જવા માટે વાયા વલસાડ નો માર્ગ વધુ સરળ છે.

ગુજરાતમાં અને દેશમાં કોની સરકાર બનશે એ માટે પણ એક માન્યતા છે. અને એ માન્યતા એવી છે કે વલસાડમાં ધારાસભ્ય જે પક્ષનો ચૂંટાય રાજ્યમાં સરકાર એની બને અને વલસાડ લોકસભા ક્ષેત્રમાં સાંસદ જે પક્ષનો ચૂંટાય કેન્દ્રમાં એ પક્ષની સરકાર રચાય.

સ્વતંત્ર ગુજરાત ની પ્રથમ ચૂંટણી ૧૯૬૨માં થઈ હતી.જેમાં કોંગ્રેસના સુવાસબેન અરવિંદ મજમુદાર નો વિજય થયો હતી. ત્યારબાદ ૧૯૬૭માં કોંગ્રેસમાંથી કેશવભાઈ પટેલ ચૂંટણી જીત્યા અને આ બંને વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની.
કોંગ્રેસના બે ફાંટા પછી કેશવભાઈ પટેલ ૧૯૭૨ અને ૧૯૭૫માં સંસ્થા કોંગ્રેસથી ધારાસભ્ય બન્યા હતા

અને ગુજરાતમાં સંસ્થા કોંગ્રેસની સરકાર રચાઈ હતી. ૧૯૮૦ માં ફરી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા દોલતભાઈ નાથુભાઈ દેસાઈ અને ગુજરાતમાં બની કોંગ્રેસની સરકાર. ૧૯૮૫માં કોંગ્રેસની ટિકિટ પરથી બરજાેરજી પારડીવાલા ધારાસભ્ય પદે ચૂંટાયા અને ગુજરાતમાં ફરીથી કોંગ્રેસની સરકાર બની.

૧૯૯૦માં બરજાેરજી કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાઈ ગયા અને ભાજપની ટિકિટ પર ચૂંટાયા તો ગુજરાતમાં જનતાદળ ગુજરાત અને ભાજપની સંયુક્ત સરકાર બની અને ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા.

વલસાડ બેઠક પર ૧૯૯૫થી સતત ભાજપના ધારાસભ્ય ચૂંટાતા આવે છે અને ગુજરાતમાં પણ ૧૯૯૫ થી ભાજપ સરકાર છે. વલસાડ માં ૧૯૯૫, ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭ સુધી સતત દોલતભાઈ દેસાઈએ ભાજપમાંથી જીત પ્રાપ્ત કરી અને તેની સાથે સરકાર પણ સતત ભાજપની બનતી આવી છે. ૨૦૧૨ અને ૨૦૧૭માં ભાજપના ભરતભાઈ પટેલની ધારાસભ્ય તરીકે જીત સાથે ગુજરાતમાં ભાજપ સરકાર બની હતી.

ગુજરાત ની ગાદી ની જેમ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોણ સતા મેળવશે તેના માટે પણ એક વોર્ડ માં જીત જરૂરી હોવાનું માનવામાં આવે છે. અમદાવાદ ના દુધેશ્વર વોર્ડમાં જે પક્ષની પેનલનો વિજય થતો હતો તે જ પક્ષ નો કોર્પોરેશન પર કબજાે રહેતો હતો. જાે કે ૨૦૧૫ના નવા સીમાંકન બાદ દુધેશ્વર વોર્ડને નામશેષ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.