Western Times News

Gujarati News

અભિનેત્રી ડેલનાઝ ઈરાનીને બોલિવૂડમાં નથી મળી રહ્યું કામ

મુંબઈ, ફિલ્મ કલ હો ના હોમાં સ્વીટુ’નું પાત્ર યાદ છે? જે એક્ટ્રેસ ડેલનાઝ ઈરાનીએ ભજવ્યું હતું. ત્યારે હવે એક્ટ્રેસ ડેલનાઝ ઈરાનીએ જણાવ્યું છે કે તે બેરોજગાર છે. તેની પાસે હાલ કોઈ કામ નથી. છેલ્લાં ૧૧ વર્ષથી બેરોજગાર બેઠી છે! અગાઉ ડેલનાઝ ઈરાની વર્ષ ૨૦૧૧માં ફિલ્મ ‘રા. વન’માં જાેવા મળી હતી.

ડેલનાઝ ઈરાનીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તે છેલ્લાં ઘણાં સમયથી બેરોજગાર છે. તે અત્યારે એક્ટિંગ ક્ષેત્રે કામ શોધી રહી છે. તેણે કહ્યું કે હું પ્રોડ્યુસરને એક સવાલ પૂછવા માગું છું કે તમે મને કાસ્ટ કેમ નથી કરતા? મને મોટા પડદે કેમ કાસ્ટ નથી કરતા? હું એક સારી એક્ટ્રેસ છું.

હું લાઈફમાં હંમેશાં કામ કરતી રહી અને ક્યારેય કશું વિચાર્યું નથી તેમજ કશું પ્લાન કર્યું નથી. લોકો આજે પણ મને ‘કલ હો ના હો’ના પાત્ર ‘સ્વીટુ’થી યાદ કરે છે. ડેલનાઝ ઈરાનીએ વધુ વાત કરતા જણાવ્યું કે, તેને ફિલ્મ ‘કલ હો ના હો’ પછી ઘણી ઓફર મળી અને તેણે ઘણી ફિલ્મો પણ કરી.

પણ, તે ફિલ્મો ચાલી નહીં. ફિલ્મ ‘કલ હો ના હો’થી તેને જે પોપ્યુલારિટી મળી ત્યારબાદ તેણે કોઈ એજન્સી અથવા મેનેજરનો સંપર્ક કર્યો નહીં. જાે આવું હોત તો તેનો ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ સાથે સીધો સંપર્ક થયો હોત. હવે કાસ્ટિંગ ડિરેક્ટર સાથે સ્ટ્રગલનો સમય ચાલી રહ્યો છે. હવે સ્ટ્રગલ વધી ગયું છે. હવે તો એક્ટરે તેમની ઓફિસ જવું પડે છે. આજકાલ ઘણાં ગ્રુપ અને ગેંગ બની ગઈ છે.

મારી પાસે સોશિયલ મીડિયા પર બ્લુ ટિક નથી એટલે કાસ્ટિંગ ડિરેક્ટર્સ કામ આપી રહ્યા નથી. આજકાલ એક્ટર કરતા સોશિયલ મીડિયા ઈન્ફલ્યુએંસર્સને વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે.

જેથી એક્ટર્સના કામ પર ફરક પડી રહ્યો છે. ડેલનાઝ ઈરાનીએ એવું પણ કહ્યું કે કેટલાંક એક્ટર્સ આર્થિકરીતે સમૃદ્ધ હોવાથી ઘરે બેરોજગાર અથવા કામ વિના ખાલી બેસી રહી શકે છે. મારા માટે બેરોજગાર બેસી રહેવું શક્ય નથી. તારીખ ૪ સપ્ટેમ્બર, ૧૯૭૨ના દિવસે જન્મેલી એક્ટ્રેસ ડેલનાઝ ઈરાનીની ઉંમર ૫૦ વર્ષ છે.

તેણે જે ફિલ્મોમાં એક્ટિંગ કરી છે તેમાં કલ હો ના હો, દિલ ને જિસે અપના કહા, હમકો દીવાના કર ગયે, ભૂતનાથ, રા.વન, આઈ એમ ૨૪, ક્યા સુપર કૂલ હે હમ વગેરે સામેલ છે. તેણે રાજીવ પૌલ સાથે લગ્ન કર્યા હતા પછી ૨૦૧૨માં તેઓ અલગ થયા. તેણે બિગ બોસ ૬માં પણ ભાગ લીધો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.