Western Times News

Gujarati News

ભાજપને કેટલી સીટો મળશે તે વિષે સટ્ટા બજારનું અનુમાન જાણો

(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં બે તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના આંકડા સામે આવી ગયા છે, એક્ઝિટ પોલમાં ગુજરાતમાં જંગી બહુમતી સાથે ભાજપની સરકાર બનતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ ભાજપ પણ આ આંકડા જાેઈને ઘણો ખુશ છે

આવામાં કોંગ્રેસ એક્ઝિટ પોલના આંકડા પર વિશ્વાસ કરવાના બદલે પોતાના મતદારો પર વિશ્વાસ રાખી રહી છે અને જરુર કોંગ્રેસ બીજા તબક્કામાં ૫૦-૫૫ જેટલી બેઠકો જીતશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તરફ એક્ઝિટ પોલની જેમ સટ્ટા બજાર પર પણ પરિણામની સંભાવનાઓને લઈને ગરમ થઈ ગયું છે.

શું આ વખતે ભાજપ પોતાનો વર્ષ ૨૦૦૨નો રેકોર્ડ તોડી શકશે કે નહીં તે અંગે પણ અટકળો લગાવવામાં આવી રહી છે કારણ કે એ વખતની ચૂંટણીમાં ભાજપને ૧૨૭ બેઠકો મળી હતી. સટ્ટા બજારમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ જ ભાજપને ૧૩૫-૧૩૭ બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. સટ્ટા બજારના જે પ્રકારેના આંકડા ચર્ચાઈ રહ્યા છે તે જાેતા માનવામાં આવે છે કે ભાજપની બેઠકો ૧૨૦થી નીચે તો નહીં જ જાય.

સૂત્રો જણાવે છે કે, ભાજપને ૧૩૭ બેઠકો મળે તો સટ્ટો લગાવનારાની રકમ બમણી થઈ શકે છે, જાે ભાજપની બેઠકો ૧૩૫ની નીચે રહી તો તમામ રકમ ગુમાવી દેશે. એટલે કે ભાજપને ૧૩૬ બેઠકો મળે તેવી શક્યતાઓ રહેલી છે. ભાજપની ૧૨૦ બેઠકો માટે ૨૭થી ૨૨ પૈસાનો ભાવ બોલાઈ રહ્યો છે,

એટલે કે જાે ભાજપની ૧૨૦ બેઠક માટે કોઈ ૧ રૂપિયો લગાવે તો તેને ૧.૨૨થી ૧.૨૭ રૂપિયા મળી શકે છે. આજનો ભાજપની બેઠક ૧૪૦ને પાર થાય તો સટ્ટા બજાર વધુ ગરમ થશે અને ભાવ ૩. ૨.૨૫ સુધી પહોંચી શકે છે.

જાેકે આટલી બેઠકો મળવાની સંભાવના એક્ઝિટ પોલમાં પણ વ્યક્ત કરવામાં આવી નથી.આ તરફ આમ આદમી પાર્ટી કે જેણે ગુજરાતમાં જે રીતે પ્રચાર કર્યો છે તે જાેતા માંડ ૮ જેટલી બેઠકો જીતવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે તેના માટે ૮૦ પૈસાથી ૧.૨૦ રૂપિયા ભાવ ૮ બેઠકો માટે બોલાઈ રહ્યો છે.સૂત્રો જણાવે છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર ૨૦૦થી ૩૦૦ કરોડનો સત્તો રમાઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.