Western Times News

Gujarati News

પંક્ચર સાંધી બે છેડા સાંધતાં : કમલા નેગી

ફુરસદના સમયે પતિને મદદ કરવા પંક્ચરનું કામ કરતાં અને ધીરે ધીરે આ કામમાં માહિર થઈ ગયાં ઃ તેઓ કેટલીક મહિલા સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને મહિલાઓને સ્વાવલંબી બનાવવાનું કામ કરે છે વહ સાલ ર૦૦૪ કા વક્ત થા. ઈલાકે કે છોટે-છોટે બચ્ચોં કો સાઈકિલ શીખને મેં બહુત દિલચશ્પી થી. ઈસી કો દેખતે હુએ મેંને બચ્ચોં કો સાઈકિલ શિખાના શુરુ કર દિયા, તબ સભી બચ્ચોં કે પાસ તો સાઈકિલ નહીં હોતી થી.

એૈસે મેં મે ઉન્હેં સાઈકિલ કિરાયે પર દેતી થી. ફીસ બેહદ મામુલી થી એક ઘંટે કે લિયે કેવલ પાંચ રૂપયે. કરીબ ર૦-રપ રચ્ચે સાઈકિલ શીખને કે લિયે આતે થે બચ્ચોં કો સાઈકિલ શિખાને કે દૌરાન કઈ બાર ઉનકી સાઈકિલ પંકચર હો જાતી થી. ઐસે મે મેં આરામ સે ઉનકે પંકચર લગા દેતી થી. મૈંને અપને પતિ કો પંચકર બનાને કા કરતે દેખકર ઈતના તો શીખ હી લિયા થા. ધીરે ધીરે મેંને સાઈકિલ કે અલાવા અન્ય વાહનો કે ભી પંકચર લગાને કા કામ શીખા. ઈસકી વજહ યહ થી કિ કઈ બાર પતિ કે ઈધર-ઉધર જાને ઔર કામ પર ન રહને પર દુકાન બંધ રહતી થી.

ઘર કી આર્થિક સ્થિતિ પર કોઈ ફર્ક ન પડે, ઈસે દેખતે હુએ મુઝે ખુદ ઈસ કામ કો કરના ઉચિત લગા.’
નૈનિતાલથી ૪૦ કિ.મી. દૂર ઓડાખાન ગામના રહેવાસી પપ વર્ષીય કમલા નેગી પોેતે કઈ રીતે આ વ્યવસાય તરફ વળ્યાં તેની વાત રજૂ કરે છે. આજે ‘ટાયર ડોકટર’ના નામથી ઓળખાતાં કમલાએ રામગઢ વિસ્તારમાં આવેલી રીકા સ્કૂલમાંથી ૮મા ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યાર પછી નજીકમાં કોઈ શાળા ન હોતાં ઈચ્છા હોવા છતાં અભ્યાસ કરી શક્યા નથી.

તેઓ દૃઢપણે માને છે કે જીવનમાં શિક્ષણથી વિશેષ કોઈ ભેટ નથી. પ્રત્યેક મા-બાપે પોતાના બાળકોને શિક્ષિત કરવા જાેઈએ. માત્ર એ જ તેમના ભવિષ્યમાં કામ આવનારી એવી ચીજ છે, જે કોઈ તેમની પાસેથી છીનવી કે ચોરી નથી શકતું. સાથે જ બાળકોને કામનું મહત્વ સમજાવવું પર ખૂબ જરૂરી છે, જેથી તે દરેક વ્યવસાયનું સન્માન કરે, કોઈ પણ કામને હીન દૃષ્ટિથી ન જુએ.

ઓછું શિક્ષણ પ્રાપ્ત કરી શકનારી એક સ્ત્રીની કેટલી ઉચ્ચ વિચારધારા ! તેઓ જણાવે છે, ‘બહુત સે લોગોં મેં યહ ધારણા હોતી હૈ કિ ટાયર બનાને, પંકચર લગાને જૈસે કામ છોટે હોતે હૈ, ઈનમેં કપડે કાલે-પીલે હોતે હૈં. લેકિન સચ તો યહ હૈ કિ કામ કોઈ ભી છોટા નહીં હોતા. આખિર જિસ કામ કે બૂતે મેં અપને બચ્ચો કો ઉનકે પૈરો પર ખડા કર સકી ઔર ઉન્હે કિસી લાયક બના સકી, વહ છોટા કૈસે હુઆ ! મેં ચાહતી થી કિ મેં જાે ભીર કરું, સબસે બેહતર કરું.’

હા, શરૂઆતમાં લોકો તેમની મજાક ઉડાવતા, મેણાં મારણા, પણ તેઓ પોતાના કામ પર ફોકસ કરતા હતાં, લોકો પર ધ્યાન દેતાં નહી તેઓ સપ્તાહના સાતે દિવસ કામ કરે છે. દુકાનની નજીક જતેમનું ઘર હોવાથી ઈમરજન્સીમાં પણ લોકોની મદદ કરી શકે છે. પોતાના કામ પ્રત્યેની તેમની મહેનત અને લગન જાેઈને વર્ષ ર૦૧૦માં મહિલા સમાખ્યા તરફથી તેમને પ્રશસ્તિપત્ર એનાયત થયો છે ! તેમના આ વ્યવસાય થકી જ તેઓ પોતાના પુત્ર-પુત્રીને સારું શિક્ષણ અપાવી શકયા છે.

કમલાનો પુત્ર સીમા સુરક્ષા બલમાં સેવારત રહી દેશની સેવા કરે છે. નેગી વિશ્વાસપૂર્વક દાવા સાથે જણાવે છે, ‘અગર કોઈ ભી કામ મહેનત ઔર લગન સે કિયા જાએ તો સફલતા અવશ્ય મિલતી હૈ. જિસ ઈન્સાનમેં શિખને કી લલક હો, ઉસે મંજિલ અવશ્ય મિલતી હૈ.’ ૧૮ની ઉંમરે કમલાના લગ્ન હયાતસિંહ સાથે થયા હતા. પતિએ વર્ષો પહેલાં આ દુકાન શરૂ કરી હતી. તેઓ ફુરસદના સમયે પતિને મદદ કરતા. ધીમે ધીમે આ કામમાં તેઓ માહિર થઈ ગયા.

દિવસમાં સરેરાશ પ-૬ પંકચર સાંધે છે. ર૦૦૪થી તેમણે આ કામ શરૂ કર્યું ? ર૦૦૮થી તેમણે વ્યાવસાયિક ધોરણે કાર, બસ, ટ્રક સુધીનાના પંકચર બનાવવાનું શરૂ કરી દીધું. એટલે સુધી કે જેસીબી સુદ્ધાં ખરાબ થાય તો લોકો તેમના પર ભરોસો કરે છે આ કામે તેમને પોતાના વિસ્તારમાં બહુ મોટી પ્રસિદ્ધિ ઓળખ અપાવી છે. લોકો પૂરા ભરોસા સાથે વાહન તેમની પાસે લાવે છે. સ્થાનીય લોકો તેમને ‘દીદી’ કહીને બોલાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.